નવજીવન ન્યૂઝ. રાજકોટઃ સૌરાષ્ટ્રના પ્રખ્યાત સલૂન પર સેન્ટ્રલ GSTની ટીમે દરોડો કર્યો છે. રાજકોટ(Rajkot)માં પહેલીવાર સેન્ટ્રલ GSTની ટીમે સલૂન પર દરોડો કર્યો છે. રાજકોટની નામચીન બોનાન્ઝા બ્યુટી સલૂન(Bonanza Beauty Salon Rajkot) પર દરોડો કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન અત્યાર સુધીમાં 43 લાખની કર ચોરી સામે આવી છે. જોકે હજી પણ કર ચોરીની રકમ વધી શકે છે કારણ કે સર્ચ ઓપરેશન હજી પણ ચાલી રહ્યું છે.
રાજકોટના બોનાન્ઝા બ્યુટી સલૂનની 7 બ્રાન્ચ પર સેન્ટ્રલ GSTની પ્રિવેન્ટીવ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. શહેરની યુનિવર્સીટી રોડ, KKV રોડ, પેડક રોડ સહિતની સાત બ્રાન્ચ પર સેન્ટ્રલ GST દ્વારા દરોડા કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન 43 લાખ રૂપિયાની કર ચોરી પકડાઈ છે. જોકે હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. હજુ પણ વધુ કર ચોરી પકડાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, બોનાન્ઝા બ્યુટી સલૂનની બ્રાન્ચ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આવેલી છે, ઉપરાંત રાજકોટમાં પણ અનેક બ્રાન્ચ આવેલી છે. આ બ્યુટી સલૂનમાં ગ્રાહકો પાસેથી મસ મોટી રકમ વસુલવામાં આવતી હતી, સાથે જ કેટલીક બ્યૂટી પ્રોડક્ટનું પણ વેચાણ કરવામાં આવતું હતું. જેનો ટેક્સ ચૂકવવામાં આવતો ન હોવાની જાણકારી સેન્ટ્રલ GSTને થતાં સાત બ્રાન્ચ પર દરોડો કરવામાં આવ્યો હતો. બ્યુટી સલૂન પર આ પ્રકારે પ્રથમવાર કાર્યવાહી કરવામાં આવતા બ્યુટી સલૂન સાથે સંકળાયેલા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








