Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ લિક્વિડ સોપની આડમાં દારૂની હેરાફેરી, SMC સામે ચાલાકી ચાલી નહી

અમદાવાદઃ લિક્વિડ સોપની આડમાં દારૂની હેરાફેરી, SMC સામે ચાલાકી ચાલી નહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ 31st ડિસેમ્બર (December 31)ને હવે ગણતરીના દિવસ બાકી છે. આ દિવસે શહેરમાં અનેક સ્થળો પર ન્યૂયર પાર્ટી થતી હોય છે, સાથે જ કેટલાક લોકો ન્યૂયરની ઉજવણી કરવા નશીલા પદાર્થનું સેવન કરતાં હોય છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાં જ બૂટલેગરો અવનવા કિમયા થકી રાજ્યમાં દારૂ ધુસાડતા હોય છે. તેમ છતાં પોલીસની નજરથી બચી શકતા નથી. સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC- State Monitoring Cell)દ્વારા લિક્વિડ સોપની આડમાં લઈ જવાતા દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે.

alcohol smuggling in gujarat News
alcohol smuggling in gujarat News

અમદાવાદમાં 31st ડિસેમ્બરની ઉજવણી પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલ દરોડો પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરના શાહિબાગ વિસ્તારમાં દારૂનો જથ્થો લઈને ટેમ્પો ચાલક પસાર થવાનો હોવાની માહિતી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી. માહિતીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા શાહિબાગ વિસ્તારના કેમ્પ હનુમાન રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ટેમ્પો પસાર થતાં તેને અટકાવીને બીલટી અને માલ સામાન અંગેના કાગળો અને બિલ માગવામાં આવતા ખોટી બિલટી રજૂ કરી હતી. પોલીસ ટેમ્પાની તલાસી લેતા બોક્સ પર ખોટા સ્ટીકર હોવાનું સામે આવ્યું હતું. જે બોક્સમાંથી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ટેમ્પોમાંથી કુલ 480 ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી હતી.

- Advertisement -

સ્ટેટ મોનિટરીંગ સેલએ દારૂના જથ્થા સાથે ટેમ્પાના ચાલકની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ટેમ્પા ચાલકને પોર્ટર પાર્ટનર એપ પરથી ડિલેવરીનો ઓર્ડર મળ્યો હતો. લિક્વિડ સોપની આડમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલએ દારૂ આપનાર અને દારૂ મગાવનાર કુલ 5 લોકોને વોન્ડેડ જાહેર કરીને ગુનો દાખલ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્ટેટ મોનિટરીંગ સેલના વડા તરીકે નિર્લિપ રાયને જબાદારી સોંપવામાં આવતા રાજ્યમાં બુટલેગરોની ઉંધ હરામ થઈ ગઈ છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રાજ્યના અનેક જિલ્લામાં રોજ-બરોજ બુટલેગરો પર ચાપતી નજર રાખીને તેમને જેલના હવાલે કરવામાં આવ્યા છે. હાલ ડિસેમ્બર મહિનો હોવાના કારણે રાજ્યમાં દારૂની માગ વધતી જતી હોય છે. જેના કારણે બુટલેગરો રાજ્યમાં દારૂ ઠલવવાના અનેક કીમિયા અપનાવતા હોય છે, તેમ છતાં SMCથી બચી શકતા નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular