Monday, January 20, 2025
HomeNational“આ લોકશાહીની હત્યા છે”, ચંડીગઢમાં મેયર સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો સુપ્રિમનો આદેશ

“આ લોકશાહીની હત્યા છે”, ચંડીગઢમાં મેયર સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો સુપ્રિમનો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ભારત એક લોકતાંત્રિક દેશ છે. પંચાયતથી માંડી લોકસભાની ચુંટણીમાં (Lok Sabha Election) દેશની જનતા જ નક્કી કરે છે તેમનો નેતા કોણ હશે. ત્યારે ચંદીગઢમાં મેયરની ચૂંટણીને (chandigarh mayor election) લઈ પ્રિસાઈન્ડિંગ ઓફિસર વોટની ગણતરીમાં કેટલાક વોટને રદ કરી રહ્યા હોવાનો કથિત વિડીયો વાયરલ થયો હતો. આ બાબતે સુપ્રિમ કોર્ટમાં (Supreme Court)મેયર સામે અરજી કરવામાં આવતા સુપ્રિમ કોર્ટની ત્રણ ખંડપીઠ વાળી બેંચ ખૂબ જ ગુસ્સે થઈ હતી, તેમજ મેયર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચંદીગઢમાં મેયરની ચૂંટણીને લઈ એક અરજી સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવી હતી. અરજીમાં પ્રિસાઈન્ડીંગ ઓફિસર સામે CCTV વિડિયોના આધારે આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ચંદીગઢમાં મેયરની ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીનું જોડાણ હતું. હવે જે દિવસે મેયરની ચૂંટણીની વોટ ગણતરી હતી તે સમયે ચંદીગઢ મહાનગરપાલિકાના પ્રિસાઇડિંગ ઓફિસર CCTV કેમેરાની સામે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષને મળેલા વોટને રદ કરી રહ્યા છે. આ બાબતનો કથિત વિડીયો વાયરલ થયો હતો. જે સામે એડ્વોકેટ કુલદીપ કુમારે નવેસરથી મેયરની ચૂંટણી કરવા માટે તેમજ જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા માટે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી.

- Advertisement -

સુપ્રિમ કોર્ટમાં થયેલી અરજી અન્વયે સુનાવણી કરતાં CJI ડી વાય ચંદ્રચૂડ ભડક્યા હતા. તેમજ કથિત વિડીયો જોઈ CJI ડી વાય ચંદ્રચૂડે કહ્યું કે, આ લોકતંત્રની મજાક છે, જે બન્યું તેનાથી અમે ચોંકી ગયા છીએ. તેમજ વધુમાં CJI ડી વાય ચંદ્રચૂડે કહ્યું કે, આ રીતે લોકશાહીની હત્યા કરવાની મંજૂરી આપી શકાય નહીં. ચીફ જસ્ટીસે ચૂંટણીનો સંપૂર્ણ વિડીયો રજૂ કરવા આદેશ કર્યો છે તથા એડ્વોકેટ કુલદીપ કુમારની અરજી અન્વયે નોટિસ પણ જારી કરી છે.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસે તમામ દસ્તાવેજો અને તમામ વીડિયો પુરાવાઓ સાથે સાંજે 5 વાગ્યા સુધી સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે 7 ફેબ્રુઆરીએ યોજાનારી ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. પરિણામે, મહાનગરપાલિકાના નવા મેયરનું કામ કાજ હાલ પૂરતું અટકાવી દેવામાં આવશે.

ચીફ જસ્ટિસે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે તેણેમ (પ્રિસાઇડિંગ ઓફિસર) બેલેટ પેપર ખરાબ કર્યા છે. તેની સામે કાર્યવાહી થવી જોઈએ.” પ્રિસાઇડિંગ ઓફિસરના કેમેરામાં જોતાં CJIએ પૂછ્યું કે, તે કેમેરામાં કેમ જોઈ રહ્યા છે. વકીલને સંબોધતા તેમણે કહ્યું કે, આ લોકશાહીની મજાક છે. આ લોકશાહીની હત્યા છે, અમે આશ્ચર્ચકિત છીએ. ચીફ જસ્ટિસે પૂછ્યું કે શું રિટર્નિંગ ઓફિસનું આવું વર્તન હોય છે? મહેરબાની કરીને રિટર્નિંગ ઓફિસરને કહો કે, SC તેમના પર નજર રાખી રહ્યું છે.” આ સાથે જ ચીફ જસ્ટીસે જવાબદારો સામે કાયદાકીય પગલાં લેવાનો પણ આદેશ કર્યો છે. જોવાનું રહેશે કે સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ ચૂંટણી પ્રક્રિયામાં નીચ પ્રકારની હરકત કરનાર સામે શું કાર્યવાહી થાય છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular