નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ‘મેક ઈન ઈન્ડિયા‘ને પ્રોત્સાહન આપવા માટે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે લેપટોપ-ટેબ્લેટ (Laptop-tablets) અને પર્સનલ કમ્પ્યુટર્સની આયાત પર પ્રતિબંધ (Import Ban) મુક્યો છે. સ્થાનિક મેન્યુફેક્ચરિંગને આગળ વધારવા મોટો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા લાદવામાં આવેલા ‘પ્રતિબંધો’નો અર્થ એ છે કે હવે આ વસ્તુઓની આયાત માટે સરકાર પાસેથી લાયસન્સ અથવા પરવાનગી મેળવવી પડશે.
કેન્દ્ર સરકારે આજે લેપટોપ, ટેબલેટ, પર્સનલ કોમ્પ્યુટર્સ, અલ્ટ્રા-સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ અને સર્વરની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT)એ ગુરુવારે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું હતું કે, સંશોધન અને વિકાસ, પરીક્ષણ, બેંચમાર્કિંગ, મૂલ્યાંકન, સમારકામ અને ઉત્પાદન વિકાસના હેતુ માટે, આયાત લાઇસન્સ હવે પ્રતિ કન્સાઇનમેન્ટ 20 વસ્તુઓ સુધી હશે. સરકારનું કહેવું છે કે, આ નિર્ણયથી ચીન જેવા દેશોમાંથી આયાતમાં ઘટાડો થશે અને જો આ વસ્તુઓનું ઉત્પાદન દેશમાં થાય છે તો તેના બે ફાયદા થશે. એક ફાયદો એ થશે કે દેશની અંદર થઈ રહેલા ઉત્પાદનને કારણે અહીંના લોકોને રોજગાર મળશે અને બીજું જીડીપીને મજબૂત કરવામાં પણ મદદ મળશે.
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટર અને સર્વરની આયાતને તાત્કાલિક અસરથી ‘પ્રતિબંધિત’ની શ્રેણીમાં મૂકવામાં આવી છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે માઈક્રો કોમ્પ્યુટર, મોટા કોમ્પ્યુટર અને કેટલાક ડેટા પ્રોસેસિંગ મશીનોને પણ ઈમ્પોર્ટ કર્બ્સની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો માન્ય લાઇસન્સ હશે તો આ ઉત્પાદનોની આયાતને મંજૂરી આપવામાં આવશે. જો કે, આ નિયંત્રણો સામાનના નિયમ હેઠળ લાગુ થશે નહીં. આયાતની પરવાનગી એ શરત સાથે આપવામાં આવશે કે, આયાતી માલનો ઉપયોગ માત્ર ઉલ્લેખિત હેતુઓ માટે જ કરવામાં આવશે અને તેનું વેચાણ કરવામાં આવશે નહીં.
નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લેપટોપ, ટેબ્લેટ, ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટર, ઈ-કોમર્સ પોર્ટલ દ્વારા ખરીદાયેલા પોસ્ટ અથવા કુરિયર દ્વારા ઓર્ડર કરાયેલ પ્રોડક્ટને આયાત લાયસન્સની જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવશે. આવા કિસ્સાઓમાં લાગુ પડતી ડ્યુટીની ચુકવણી પર આયાત કરી શકાય છે. એપ્રિલ-જૂનમાં ઈલેક્ટ્રોનિક્સ આયાત જેમાં લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરનો સમાવેશ થાય છે તે વાર્ષિક ધોરણે 6.25% વધુ, 19.7 બિલિયન ડોલર હતી. વ્યક્તિગત ઉપયોગ અને સંશોધન વગેરે માટે લેપટોપ, ટેબલેટ વગેરે ખરીદવા પર કોઈ પ્રતિબંધ નથી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








