Sunday, May 24, 2026
HomeBusinessસોનુ 2026માં સરેરાશ 14 ટકા વધીને 4900 ડોલરનો ઉંબરો ઠેકી જશે

સોનુ 2026માં સરેરાશ 14 ટકા વધીને 4900 ડોલરનો ઉંબરો ઠેકી જશે

- Advertisement -

એઆઈનો ફુગ્ગો ફાટે તો સોનામાં તેજીનો અગનગોળો સર્જાશે

સોનાને નબળા અમેરિકન ડોલર અને ઘટતા વ્યાજદર સામે બાપેમાર્યાં વેર છે

ઈબ્રાહીમ પટેલ : મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) : સોનાના હાજર ભાવ, 2025માં, જયાં કોઈએ ધાર્યા ન હતા તેટલી ઊંચાઓએ આજે 23મી ડિસેમ્બરે આ વર્ષે અત્યાર સુધીમાં 72.25 ટકા વધીને પ્રતિ ટ્રોયઔંસ (31.10347 ગ્રામ) રૂ. 4468 ડોલરની ઊંચાઈએ પહોંચી ગયા છે. જો 2026ના આરંભ પૂર્વે ફંડામેન્ટલ્સનો વિચાર કરીએ તો ભાવ હજુ પણ તેજીની નવી અને આગવી કેડી કંડારવા અગ્રેસર છે. ગોલ્ડમેન સાસે તાજેતરમાં જ કહ્યું હતું કે ડિસેમ્બર 2026 આવતા સુધીમાં સોનુ સરેરાશ 14 ટકા વધીને 4900 ડોલરનો ઉંબરો ઠેકી જશે. આ માટે તેઓ એવું કારણ આપી રહયા છે કે, ખાનગી રોકાણકારો હવે મૂડી રોકાણના વિસ્તારિત વૈવિધ્યકરણના માર્ગે આગળ વધવા લાગ્યા છે.

કોમોડિટી બજારનું વિવરણ આપતા ગોલ્ડમેન તો ત્યાં સુધી કહે છે કે જગતની સેન્ટ્રલ બેંકો માળખાગત રીતે સોનાની માંગ વધારશે, અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડીને સોનાના ભાવને ઊંચે જવા માટે સાયકલિકલ ટેકાનું નિર્માણ કરશે. તેઓ રોકાણકારને સોનામાં રોકાણ વધારતા જવાની સલાહ આપી રહયા છે. સોનાના ઇટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ)માં હવે ભરપૂર નાણા પ્રવાહ વહેવા લાગ્યો છે. રોકાણકારની માફક જ સેન્ટ્રલ બેંકો પણ 2026માં વધતા દરે સોનાની ખરીદી વધારશે. પશ્ચિમના દેશોમાં તો રોકાણકારો સોનાના હેજિંગ (સલામતી) મૂલ્યને સ્વીકૃત બનાવતા થયા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના વ્યૂહકાર જો કાવાટોની કહે છે કે 2025માં જોખમ અને અચોક્કસતાઓના વૈશ્વિક પરીમાણથી જોઈએ તો, સોનાના સોદામાં જબ્બર વધારો થયો છે. મારી સમજ કહે છે કે 2026માં પણ આ જ પ્રકારે સોદા થતા જોવા મળશે.

- Advertisement -

આ બધાનું પ્રતિબિંબ વધતા દરે ઇટીએફમાં વધતો નાણા પ્રવાહ અને સેન્ટ્રલ બેંકોની નાણાંકીય મેટલ માંગમાં આપણે 2026માં જોઈ શકશુ. અલબત્ત, છેલ્લા બે વર્ષથી સેન્ટ્રલ બેંકોની ઝડપી ખરીદીનો વેગ કદાચ હવે ધીમો પડી શકે છે. 2026માં બીજી એક શક્યતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) શેર માટેની માંગ ધીમી પડે અને તેની અસરે સોનામાં તેજી આગળ વધે તેવું પણ બની શકે. અસાંખ્ય એનાલિસ્ટો કહી રહયા છે કે એઆઇમાં બબલ સર્જાયો છે, અને તે ઓગળે તો, રોકાણકારો એઆઈ શેરમાંથી પોતાના નાણાં પાછા ખેંચી લે, અને આગામી વર્ષમાં આ નાણાં સોનામાં ઠલવાય. બેન્ક ઓફ અમેરિકાના ગ્લોબલ રિસર્ચ વિભાગે ઓકટોબરમાંજ કહી દીધું હતું કે જો એઆઈનો ફુગ્ગો ફૂટશે તો, રોકાકારો પાસે હેજિંગ (સલામતી) કરવા માટેનું એક માત્ર સાધન સોનુ જ હશે.

આશાવાદીઓ ટેક્નિકલ શેર, નિરાશાવાદી સોનુ ખરીદે છે, પણ જેમને હેજિંગ કરવું છે, તેઓ બન્ને ખરીદે છે. ટ્રમ્પ ટેરીફે આખું ગણિત બગાડી નાખ્યું છે, પરિણામે વિશ્વવેપાર ધીમો પડી ગયો છે. તેને લીધે એઆઈ સેક્ટરમાં નકારાત્મકતા સર્જાઈ છે. આથી એઆઈની પ્રગતિ રૂંધાવા લાગી છે. સોનાને નબળા અમેરિકન ડોલર અને ઘટતા વ્યાજદર સામે બાપેમાર્યાં વેર છે. એનાલિસ્ટો પણ 2026માં નબળા અમેરિકન ડોલર અને ઘટતા વ્યાજદરની આગાહી કરી રહયા છે, જે સોનાને નવા વિક્રમો સર્જવા માટેના મજબૂત ફંડામેન્ટલ્સની ભૂમિકા નિભાવશે. આ બધાનો સરવાળો ફુગાવા વૃદ્ધિ અને આખરે ફેડરલ રીઝર્વને કવાંટીટેટીવ ઈઝીંગ (નાણાકીય રાહતો) અથવા તો લોકોના હાથમાં વધુ નાણાં પ્રવાહ હાથવગો કરાવવા ટૂંકાગાળાના બોન્ડ યીલ્ડ ઘટાડવા, અને સરકારી બોન્ડ ખરીદવા વધુ ડોલર (નાણાં) છાપી મારવામાં આવશે. સરકારની આવી ક-મતિ આખરે સોનાને લાલચોળ તેજીમાં જવા મજબુર કરશે.

મોર્ગન સ્ટેન્લી કહે છે કે 2026માં ગોલ્ડ ઈટીએફ અને સેન્ટ્રલ બેંકોની માંગ 2026ના પ્રથમ અર્ધવાર્ષિકમાં જ સોનાનો ભાવ 4500 ડોલર વટાવી જશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પણ જોખમી તેજીના નાટકના આ સીનને દોહરાવે છે, આ અચોક્ક્સતાઓ સોનાને ઘેરી વળશે. સર્વાંગી રીતે મહત્તમ એનાલિસ્ટો કહે છે કે 2026માં સોનાના ભાવ 4500 અને 5000 ડોલરની વચ્ચે હિંચકા ખાસે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular