ડિજિટલ વૉલેટ ફાયનાન્સિયલ પેમેન્ટના નવા દરવાજા ખોલશે અને બેન્કોનું અસ્તિત્વ પૂરું થઈ જશે
૨૦૨૯ સુધીમાં આંતરરાષ્ટ્રીય ચુકવણી બજારનો સીએજીઆર ૧૦.૫ ટકા વૃધ્ધિ પામશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): કરન્સી(Currency) અને ચુકવણી બજારમાં આવી રહેલા નવા પરિવર્તન પરિમાણો, જાગતિક વેપારને વધુ પારદર્શક, સરળ, ઝડપી, અને વધુ સુવીધાજનક બનાવશે. ૨૦૨૫ની જાગતિક નાણાંનીતિ ચુકવણી પધ્ધતિને કેવું સ્વરૂપ આપશે? નવી ટેકનોલીજી અર્થાત, ડિજિટલ વૉલેટ્સ, ક્રિપ્ટોકરન્સી, સેન્ટ્રલ બેન્કોની ડિજિટલ કરન્સી, અને સોના ચાંદી તમામ લોકો માટે વ્યવહારુ, સલામત, અને સુગમ થઈ પડશે. ૨૦૨૯ સુધીમાં દુનિયાના કુલ વેપારમાં આ પ્રકારની પેમેન્ટ વ્યવસ્થા સીએજીઆર (કંપાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ) ૧૦.૫ ટકાના ધોરણે વૃધ્ધિ પામશે, અને સરવાળે તે ૪.૭ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે, એવી આગાહી કરવામાં આવી છે. વૈશ્વિક વેપારમાં ટ્રેડરોએ ચુકવણીની આ પધ્ધતિ આ વર્ષે અમલી બનાવી છે.
અમેરિકાનું ફ્લોરિડા રાજ્ય સોના અને ચાંદીને કરન્સી બનાવવા માટેના નવા કાયદેસરના માર્ગો શોધી રહ્યું છે, જેથી વિશ્વના કોઈ પણ બજારમાંથી સેવા અને સામાન ખરીદી શકાય. સોના અને ચાંદીને અત્યાર સુધી રોકાણ અસ્ક્યામત તરીકે જોવાઈ રહી છે. સેવા કે ચીજ વસ્તુ ખરીદવા માટે તેનો ઉપયોગ થતો ના હતો. અમેરિકાના ૧૧ રાજ્યો અત્યાર સુધી સોના ચાંદીને કાયદેસરના ચાલણ તરીકે માન્યતા આપી ચૂક્યા છે. આ રાજ્યોમાં ઉતાહ, લ્યુઇસિયાના, ટેક્સાસ, સાઉથ કેરોલિના, વેસ્ટ વર્જીનિયા, વગેરેનો સમાવેશ થાય છે. જેમાં હવે ફ્લોરિડાનો ઉમેરો થશે. તેનો ઉપયોગ હવે અમેરિકન ડોલરના વિકલ્પ તરીકે થઈ શકશે, જે ફુગાવાની અસરોને નાથવામાં મહત્વની ભૂમિકા કરશે.
હજારો વર્ષથી સોના અને ચાંદી વિશ્વસનીય અસ્ક્યામત ગણાય છે, અને હવે તેનો ઉપયોગ કાયદેસરના ચલણ તરીકે થાય તો તે અત્યંત વાજબી ગણાશે. જો ફુગાવાને નાથવાના માધ્યમ તરીકે સોના અને ચાંદીનો ઉપયોગ, કરવેરા માફીના એક હથિયાર તરીકે થઈ શકશે. ફ્લોરિડાના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર જીમી પેટ્રોનિસે જાહેર કર્યું હતું કે સોના અને ચાંદીને વ્યક્તિગત અસ્ક્યામત નહીં ગણવામાં આવે. તેથી તેના પર કોઈ કરવેરો પણ નહીં લાગે. સોના અને ચાંદીના ખરીદ વેચાણ સમયે કરવેરાની કોઈ જવાબદારી નહીં રહે.
કાયદેસરની કરન્સી ડોલર જેમજ સોના અને ચાંદીની અદલાબદલી સામે પણ કોઈ કરવેરા ઉઘરાવવામાં આવે. વાસ્તવમાં અમેરિકા મૂળભૂત રીતે ડોલર ચલણ સોનાથી જ રક્ષિત છે જેને આપણે ગોલ્ડ સ્ટાન્ડર્ડ તરીકે ઓળખીએ છીએ. ૧૯૩૩માં અમેરિકાએ આ પધ્ધતિનો અંત આણ્યો હતો, અને ૧૯૭૧મા સોનાને કાયદેસરના ચલણ તરીકે ઓળખવાનું બંધ કર્યું હતું. સોના અને ચાંદીને કાયદેસરના વૈકલપિક ચલણ તરીકે સૌપ્રથમ ૨૦૧૧મા ઉતાહા રાજ્યે અમલી બનાવ્યું હતું. ત્યાર પછી ૧૦ રાજ્યોએ તેમની વિધાનસભામાં સોના ચાંદીને વૈકલ્પિક ચલણ ગણવાનો કાયદેસરનો પ્રસ્તાવિત ઠરાવ મંજૂર કર્યો હતો.
હવે એ જોવાનું છે કે આ નવી કારન્સીઓ ભાવિ પેમેન્ટ વ્યસ્થાને કઈ રીતે દોરવણી આપે છે. અને તે આપણા જીવનમાં કેવા પરિવર્તન લાવશે? લોકોને હવે ઊંચા મૂલ્યનું જીવનધોરણ અને ઝડપને વધુ પસંદ કરતાં થયા છે. પરિણામે સોનું, ચાંદી, ડિજિટલ વૉલેટ પેમેન્ટ જેવા કે એપલ પે, ગૂગલ પે ચૂકવણીના સાધનો લોકોના દૈનિક જીવનમાં બહુ મહત્વ ધરાવતા થઈ જશે. માત્ર એક બટન દબાવો અને એકાદ સેકંડમાં જ વ્યવહાર પૂર્ણ થઈ જશે, ડિજિટલ વૉલેટ ફાયનાન્સિયલ પેમેન્ટના નવા દરવાજા ખોલશે અને બેન્કોનું અસ્તિત્વ પૂરું થઈ જશે. એટલેજ લોકોને આખી દુનિયાના અર્થતંત્રમાં હિસ્સેદારી કરવા મળશે.
વર્લ્ડ બેન્ક કહે છે કે ભારત સહિત ઊભરતા અર્થતંત્રોમાં મોબાઈલ વૉલેટની સ્વીકૃતિ ખૂબ ઝડપથી થઈ રહી છે. ૨૦૧૭થી ૨૦૨૧ સુધીમાં આવા એકાઉન્ટ માલિકોની સંખ્યા 63 થી ૭૧ ટકા જેટલી વધી ગઈ છે. ૨૦૨૩મા તમામ ઇ કોમર્સ ટ્રાન્ઝેક્શન લગભગ અડધા ઉપર સ્વીકૃત થઈ ગયું હતું, આખા વિશ્વના આવા વ્યવહારો ૧૩.૯ ટ્રિલિયન મૂલ્ય જેટલા થયા હતા. આ બધા નંબરો ૨૦૨૫ પછીથી ઓન લાઇન પેમેન્ટ સિસ્ટમમાં ૨૫ ટ્રિલિયન ડોલર અથવા ૪૯ ટકા જેટલા મૂલ્યે પહોંચી જશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








