Saturday, March 15, 2025
HomeGujaratMorbiમોરબીના PI અને હેડકોન્સટેબલે 51 લાખનો તોડ કર્યો ? જાણો SMCએ ટંકારા...

મોરબીના PI અને હેડકોન્સટેબલે 51 લાખનો તોડ કર્યો ? જાણો SMCએ ટંકારા પોલીસ સ્ટેશનમાં કેમ નોંધાવી ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: ગુજરાતનાં DGP વિકાસ સહાય (Vikas Sahay) છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પોલીસની (Gujarat Police) ખરડાયેલી છબીને સુધારવા માટે ભ્રષ્ટ અને બેદરકાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી રહ્યા છે. થોડા સમય અગાઉ મોરબીમાં (Morbi) એક PI અને રાઇટર દ્વારા જુગારના કેસમાં લખો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. DGP વિકાસ સહાયે આ કેસની તપાસ SMCને સોંપી હતી. ત્યારે હવે મોરબીના આ PI અને રાઇટર સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, ગત ઓક્ટોબર માહિનામાં મોરબીના ટંકારા વિસ્તારમાં આવેલી 5 સ્ટાર હોટલ અને રિસોર્ટ કમ્ફર્ટમાં PI વાય. કે. ગોહિલ અને તેમની ટીમ દ્વારા દરોડા કરવામાં આવે છે, જેમાં એક રૂમમાં કેટલાક નામાંકિત લોકો જુગાર રમી રહ્યા હતા. પોલીસને હોટલના આ રૂમમાંથી જુગારીઓ તો મળી આવ્યા, પરંતુ આ જુગારીઓ પાસે કોઈ રોકડ રકમ હતી નહીં. કારણ કે, આ લોકો કસીનોમાં આપવામાં આવે તેવા કોઈન દ્વારા જુગાર રમી રહ્યા હતા.

- Advertisement -

પોલીસે આ લોકોની તાત્કાલિક ધરપકડ કરી લીધી અને કેસ પણ નોંધી લીધો હતો. પરંતુ PI વાય. કે. ગોહિલ અને હેડકોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકીને તોડ કરવાનો વિચાર આવ્યો. પછી તેમણે પકડાયેલા આરોપીઓને ધમકાવવાના શરૂ કર્યા. આ પકડાયેલા આરોપીઓએ બદનામી ન થાય તે માટે પોલીસને પૈસા પણ આપી દીધા. પોલીસે ફરિયાદ તો નોંધી પણ તેમાં નામ લખવામાં ગડબડ કરી.

પોલીસ ફરિયાદ મુજબ એક નામ છે રવિ મનસુખભાઇ પટેલ. આ રવિ પટેલે ગુજરાત સરકારને એક પત્ર લખ્યો. જેમાં તેને લખ્યું હતું કે, “આ જે દિવસની ઘટના છે, ત્યારે હું ટંકારા તો ઠીક પણ મોરબીમાં પણ હાજર ન હતો.” ગુજરાત સરકારને આ પત્ર મળતા આ પત્ર DGP વિકાસ સહાયને મોકલી આપવામાં આવ્યો. DGP વિકાસ સહાયને વર્ષોના અનુભવના આધારે એટલું તો ખબર પડી ગઈ કે આ ફરિયાદમાં કઈક તો ગડબડ છે. તેથી તેમણે આ તપાસ SMCને સોંપી દીધી.

SMCને તપાસ મળતા DIG નિર્લિપ્ત રાય અને DySP કે. ટી. કામરીયા તેમની ટીમ સાથે મોરબી પહોંચે છે અને હોટલ કમ્ફર્ટમાં તપાસ કરે છે અને લોકોના નિવેદન લે છે. તપાસના આધારે કેટલાક પુરાવા મળે છે, જેમાં સાબિત થાય છે કે PI વાય. કે. ગોહિલ અને હેડકોન્સટેબલ મનસુખ સોલંકીએ 51 લાખનો તોડ કર્યો છે. તેથી SMCના PI ખાંટ ફરિયાદી બને છે અને આ બંને વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે. હવે આ અંગે વધુ તપાસ લીંબડી DySP વી. એમ. રબારી કરશે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular