Sunday, May 31, 2026
HomeGeneralસલામત મૂડી રોકાણના સ્વર્ગ ગણાતા સોનામાં તેજી માટે નવું કોકટેલ તૈયાર

સલામત મૂડી રોકાણના સ્વર્ગ ગણાતા સોનામાં તેજી માટે નવું કોકટેલ તૈયાર

- Advertisement -

ઈબ્રાહીમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): સોનું ૨૦૦૭ પછી પહેલી વખત વિક્રમ ત્રિમાસિક વૃધ્ધિ તરફ અગ્રેસર છે, પણ પ્રશ્ન એ છે કે તેજીવાળા વર્તમાન ભાવને ઓગસ્ટ ૨૦૦૮ની ૨૦૨૮.૧૦ ડોલરની ઓલ ટાઈમ હાઇ સુધી લઈ જવામાં સફળ થશે? હવે પછી ભાવની ઊંચાઈ શું હશે? જો રશિયા યુક્રેન વોર સ્ટેજ વાર્તામાં એકાએક બદલાવ આવે અને ફુગાવા સામેની સલામતી (હેજ)ને ફંડામેન્ટલ્સ તરીકે ગણવામાં આવશે તો, સોનું નિશ્ચિતપણે નવી ઊંચાઈ બનાવવાના પ્રયાસ કરશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ પ્રમાણે રશિયા અત્યારે ચીનને પાછળ છોડીને ૨૩૦૦ ટન ગોલ્ડ રિઝર્વ સાથે વિશ્વમાં પાંચમાં ક્રમનો દેશ બની ગયો છે. ફેબ્રુઆરીમાં સોનું ૭ ટકા વધ્યું હતું.



- Advertisement -

સોનાના ભાવ બુધવારે ઇન્ટ્રાડેમાં એક તબક્કે ૧૯૫૩ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ), સપ્ટેમ્બર ૨૦૨૦ પછી પાહિલી વખત મુકાયા હતા. ટેકનિકલી જોવા જઈએ તો એપ્રિલ વાયદામાં ટૂંકાગાળા માટે તેજીવાળાનો હાથ હજુ પણ ખૂબ ઉપર છે. ડેઇલી બાર ચાર્ટ પર ચાર સપ્તાહથી અપટ્રેન્ડ જળવાઈ રહયો છે. પણ અહી સોનાની તેજી માટે ખાટલે મોટી ખોડ એ છે કે ઘટનાઓ ચિંતાજનક રીતે આકાર પામી રહી છે, ત્યારે જ બોન્ડ બજારમાં વેચવાલી આવી છે, જ્યારે વૈશ્વિક શેરબજારોએ ઊંચાઈ ગુમાવું દીધી છે, નવેમ્બર ૨૦૨૧ પછીથી ક્રિપટોકારન્સીમાં ૫૦ ટકાનું ગાબડું પડ્યું છે. આ બધી ઘટનાઓ પછી લોકોના હાથમાં આવેલા નાણાએ ફુગાવાવૃધ્ધિ માટે મજબૂત પાયાની રચના કરી છે. પરિણામે સલામત મૂડી રોકાણના સ્વર્ગ ગણાતા સોનામાં તેજી માટે નવું કોકટેલ તૈયાર થયું છે.

વર્તમાન ત્રિમાસિકમાં અત્યાર સુધીમાં તમામ બજારોમાંથી નીકળેલો નાણાંપ્રવાહ સૂક્ષ્મ સ્તરે કોમોડિટી બજારોમાં નફાકારક રીતે પ્રવાહિત થઈ રહ્યો છે. છેલ્લા ૪૦ વર્ષમાં પહેલી વખત રોકાણકારો ફુગાવા સામે હેજિંગ (સલામતી) મેળવવા નવી તકોની શોધમાં નીકળી પડ્યા છે. આ તકોમાં ભુ-ભૌગોલિક ચિંતાઓ તેમજ ફુગાવા સામે સોનું, હેજિંગ માટે અગ્રસથાને આવી ગયું છે. મૂળ મુદ્દો એ છે કે અત્યારે શું કરવું? તમારે અત્યારે ખૂબ સાવધ રહેવાની જરૂર છે, આગામી દિવસોમાં મારા મતે જે પ્રકારની સ્થિતિ નિર્માણ થાય તેના આધારે દરેક ઘટાડે લઈને વેપાર કરવો વાજબી ગણાશે.

- Advertisement -


આ બધી ઘટનાઓએ ક્રિપટોકરન્સીને બુલિયન કરતાં વિપરીત દિશામાં દોડવાની ફરજ પાડી છે. બિટકોઇન તેની સર્વોચ્ચ ઊંચાઈએથી ૪૯ ટકા અને આ વર્ષે ૧૯ ટકા ઘટ્યો છે. આ સ્થિતિમાં ક્રિપટોકરન્સી જોખમી એસેટ્સ બની ગઈ છે અને ભુ-ભૌગોલિક અનિશ્ચિતતા વચ્ચે જાગતિક શેરબજારો ઘટી રહ્યા છે. ત્યારે ક્રિપટો પણ કોઈ રક્ષણ આપવા અત્યારે તૈયાર નથી. સોનું, જગતમાં સર્જાતી રાજકીય અસ્થિરતાનું પ્રતિબિંબ સ્પષ્ટ કરે છે. ૨૦૦૬થી આવી દરેક અસ્થિરતા વચ્ચે સોનાએ સરેરાશ વાર્ષિક ૨૩૦ ડોલરની વૃધ્ધિ હાંસલ કરી છે.

આ ઘટના દર્શાવે છે કે અમેરિકન બેન્ચમાર્ક બેન્ડ યીલ્ડ સામે, સોનું વ્યાપક નકારાત્મક ભૂમિકા ભજવે છે. ૨૦૦૭થી ૨૦૧૨ સુધી યીલ્ડ ઘટ્યું અને સોનું વધતું રહ્યું. આથી વિપરીત ૨૦૧૨થી ૨૦૧૮ સુધી યીલ્ડ વધ્યું અને સોનાના ભાવ ઘટતા રહ્યા. ૨૦૧૮થી ૨૦૨૦ સુધી ફરીથી ઘટનાઓ બદલાઈ ગઇ અને સોનું ઓલ ટાઈમ હાઈએ પહોંચી ગયું. પણ આ પાનખર ઋતુ પછી બોન્ડ યીલ્ડ અને સોનું બંને વધ્યા છે.

- Advertisement -

તો પછી બોન્ડ યીલ્ડ વધવા સાથે જ સોનાના ભાવ કેમ વધી રહ્યા છે? ક્રૂડ ઓઇલની તેજીના સહયોગમાં સોનું વધી રહ્યું છે, એમ પણ ના કહી શકાય. ઘણી વખત આ બંને જણસ સામા પ્રવાહે તરતી હોય છે. ૨૦૨૦-૨૧માં ક્રૂડના ભાવ વધ્યા પણ સોનું ઘટતું રહ્યું. એવું પણ નથી બન્યું કે ફુગાવા વૃધ્ધિનો આશવાદ વધ્યો સાથે સોનાના ભાવ વધ્યા, આ બન્નેના સંબંધો પણ નબળા પડ્યા છે. ૨૦૦૬થી છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકન ફુગાવાનો બ્રેક-ઇવન (સમતોલ સ્થિતિ) અને સોનાનો રેશિયો ૦.૦૬ રહ્યો છે.



હા, અમેરિકન ડોલર અને સોનાના ભાવ વચ્ચે સતત તુમુલયુદ્ધ રહ્યું છે, સામસામાં પ્રવાહ રહ્યા છે. કારણ સ્પષ્ટ છે, નબળો ડોલર અન્ય કારન્સીમાં સોનાના ભાવને ઘટાડવાની ભૂમિકા કરે છે. ડોલર સામે રૂપિયો મજબૂત થાય ત્યારે અહી સોનાની આયાત પડતર અને ભાવ બંને ઘટતા હોય છે, જે ગ્રાહકને આકર્ષે છે. પણ વર્તમાન ભાવ વૃધ્ધિ માટે પણ આવું કારણ આપવું વાજબી નથી, કારણ કે આ વર્ષે ડોલર મજબૂત રહ્યો છે અને સોનું પણ વધ્યું છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular