Friday, May 1, 2026
HomeGujaratગોધરા: બાળલગ્ન ભારે પડ્યા, વર-કન્યાના માતાપિતા અને વર સામે પોલીસ ફરિયાદ

ગોધરા: બાળલગ્ન ભારે પડ્યા, વર-કન્યાના માતાપિતા અને વર સામે પોલીસ ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પંચમહાલ: પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પણ આજના આધુનિક યુગમાં બાળલગ્ન થવાના કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. ગોધરા તાલુકાના એક ગામમાં બાળલગ્ન થયાની જાણ જીલ્લા સમાજ સુરક્ષા વિભાગને થતા વર-કન્યાના માતાપિતા તેમજ વરની સામે બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે.

જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ પંચમહાલને ચાઈલ્ડ હેલ્પલાઈન થકી ગોધરા તાલુકાના એક ગામમાં બાળલગ્ન થઈ રહ્યા હોવાની માહિતી મળી હતી. આથી જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી જીજ્ઞેશભાઈ એચ લખારા, તથા બાળસુરક્ષા અધિકારી જે.પી.પંચાલ તથા લીગલ ઓફીસર ભાવનાબેન, ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમ તથા પોલીસ ટીમને સાથે રાખીને એ ગામમાં જ સ્થળ તપાસ કરતા કિશોરીના બાળલગ્ન થઈ ગયા હોવાની માહીતી મળી હતી અને દાહોદ જીલ્લાથી આવેલી જાન પરત પણ કરી ગઈ હતી. અધિકારીઓની તપાસમાં કિશોરીની ઉંમર ૧૬ વર્ષ અને ૫ માસ હોવાની વિગત સામે આવી હતી. ટીમ દ્વારા કિશોરીના લગ્નની કંકોત્રી વગેરે આધાર પુરાવા પણ મેળવ્યા હતા. બાળલગ્ન કરવાએ ગુનો થતો હોવાથી સમાજ સુરક્ષા અધિકારી દ્વારા કિશોરીના માતાપિતા તેમજ દાહોદ જીલ્લામાં રહેતા વરના માતાપિતા તેમજ વર સામે ગોધરા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામા આવ્યો છે.

- Advertisement -




પંચમહાલ અને દાહોદ જીલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આજે પણ કેટલાક પરિવારોમાં સમજણના અભાવ અને કાયદાની અજ્ઞાનતાના કારણે માતાપિતાઓ પોતાના સંતાનોને નાની ઉમરમાં લગ્ન કરાવી દેતા હોય છે. સામાજીક સંસ્થાઓ અને સરકારી તંત્ર પણ આ મામલે ગ્રામીણ વિસ્તારમાં જઈને પરિવારોને જાગૃત કરે તે જરૂરી છે. જેથી બાળલગ્ન જેવા ગુનાઓ બનતા અટકી શકે છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular