Saturday, May 23, 2026
HomeGeneralવેરાવળમાં રક્ષકો પર થયો હુમલો, આરોપી પકડવા ગયેલા પોલીસકર્મી પર થયો પથ્થરમારો

વેરાવળમાં રક્ષકો પર થયો હુમલો, આરોપી પકડવા ગયેલા પોલીસકર્મી પર થયો પથ્થરમારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: ગુજરાતમાં લોકોની રક્ષા કરતી પોલીસ જ સુરક્ષિત ન હોય તેવી ઘટનાઓ કેટલીક વખત સામે આવતી રહે છે. અમદાવાદમાં પણ થોડા સમય પહેલા આરોપીને પકડવા ગયેલી ટીમ પર હુમલાની ઘટના બની હતી ત્યારબાદ તે જ પ્રકારની ઘટના ગીરસોમનાથના (Gir Somnath) વેરાવળમાંથી (Veraval) સામે આવી છે. જ્યાં ચોરીના ગુનામાં આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર સ્થાનિકોએ પથ્થર વડે હુમલો (Attack on Police) કરી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જેમાં એક પોલીસકર્મીને ઈજા પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ઈજાગ્રસ્ત પોલીસકર્મીએ 14 વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વેરાવળ શહેર પોલીસના (Veraval City Police) કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમને વોન્ટેડ આરોપીની માહિતી મળી હતી. માહિતી મળતા જ પોલીસ કર્મચારીઓ વાહન ચોરીના ગુનામાં ફરાર આરોપીની શોધખોળમાં બાતમી મુજબ ગતરોજ બુધવારની રાત્રિએ કોલસાવાડી વિસ્તારમાં પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચેલા પોલીસકર્મીઓએ આસપાસના લોકોની પુછપરછ કરતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસને અહીં કેમ આવ્યા છો તેમ કહી ઝઘડો કરવા લાગ્યા હતા.

- Advertisement -

માથાકૂટ કરવા લાગેલા લોકોએ પોલીસકર્મી સાથે ઝપાઝપી કરવા લાગતા પોલીસકર્મીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. હુમલો કરી રહેલા વ્યક્તિઓને રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘર્ષણની ઘટનામાં પોલીસકર્મી ભાવસિંહભાઈ હરસીભાઈ ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ઈજાગ્રસ્ત પોલીસકર્મી ભાવસિંહભાઈએ 14 જેટલા હુમલાખોર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ ગણતરીના કલાકોમાં 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી જ્યારે અન્ય આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular