નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: ગુજરાતમાં કાયદાનો જાણે કોઈ ડર જ ન હોય તે રીતે ધોળા દિવસે લૂંટની ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે. પોલીસ સતત આરોપીઓને ઝડપી પાડવા દિવસ રાત એક કરે છે, ત્યારે ડારી ટોલ નાકા પર ખુલ્લેઆમ લૂંટ ચલાવનાર 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, આજથી બે માસ અગાઉ ડારી ટોલ નાકા ખાતે ટોલટેક્ષ ભરવા બાબતે બીજ ગામના સરપંચના પુત્ર અનિલ વાજા તથા તેમની સાથે રહેલા આઠ દસ માણસોએ ટોલનાકામાં લૂંટ ચલાવવાના ઇરાદે લાકડી, ધોકા તથા પાઈપ વડે ડારી ટોલનાકાની 9 નંબરની કેબિનમાં કાચ તોડીને ઘૂસી જઈને કેબિનમાં રાખવામા આવેલા 6 જેટલા કમ્પ્યુટર તોડી નાખ્યા હતા. આરોપીઓએ ટોલનાકામાં જે 6 કમ્પ્યુટર તોડી નાખ્યા તેની કિંમત આશરે 4,00,000 જેટલી હતી તથા આરોપીઓએ ટોલ ટેક્સ માટે આવેલી રૂપિયા 8,000ની રકામની લૂંટ ચલાવી હતી. ટોલનાકા પર આરોપીઓએ ચલાવેલી લૂંટ બાબતે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આરોપીઓ સામે આઈપીસી કલમ 395, 450,427, 120(બી) તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
ટોલનાકા પર ચલાવેલી લૂંટના આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સનો ભરપૂર ઉપયોગ કર્યો હતો તથા બાતમીદારોને પણ કામે લગાડ્યા હતા. જે અનુસંધાને ફરાર આરોપીઓ અનિલ વાજા સહિત 11 આરોપીને ઝડપી પાડી આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796