Wednesday, April 29, 2026
HomeGujaratપશ્ચિમ કચ્છ SOGને મળ્યો 50 લાખની કિંમતનો બિનવારસી ચરસનો જથ્થો

પશ્ચિમ કચ્છ SOGને મળ્યો 50 લાખની કિંમતનો બિનવારસી ચરસનો જથ્થો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કચ્છ: ગુજરાતનું કચ્છ (Kutch) હવે ડ્રગ્સ માટે એપી સેન્ટર બની રહ્યું હોય એમ અવાર-નવાર અલગ-અલગ એજન્સીઓ દ્વારા ડ્રગ્સનો જથ્થો પકડવામાં (drug seizures series) આવી રહ્યો છે, ત્યારે આજે વધુ એક મોટો જથ્થો SOGએ કચ્છમાંથી (Kutch SOG) ઝડપી પડ્યો છે. કચ્છના અબડાસામાંથી 50 લાખની કિંમતનો ચરસનો જથ્થો પશ્ચિમ કચ્છ SOGએ ઝડપી પડ્યો છે, પરંતુ કોઈ વ્યક્તિ આ ચરસના (Charas) જથ્થા સાથે ઝડપાયો નથી.

કચ્છમાં જેવી રીતે ડ્રગ્સ અને નશાકારક પદાર્થોના જથ્થાઓ મળી રહ્યા છે, તેને જોતાં ઉચ્ચ અધિકારીઓએ દ્વારા કચ્છમાં આ ડ્રગ્સની બદીને નિવારવા માટે ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને કચ્છ SOGના PI વી. વી. ભોલ અને તેમની ટીમ દ્વારા સતત કોસ્ટલ વિસ્તારોમાં પેટ્રોલિન કરવામાં આવી રહ્યું છે. પેટ્રોલીંગ દરમિયાન ASI જોરાવર સિંહ અને ઘનશ્યામસિંહ પેટ્રોલિંગમા હતા, ત્યારે અબડાસાના પીગલેશ્વર અને જામથડા વચ્ચેથી બિનવારસી હાલતમાં 35 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ ચરસના જથ્થાની કિંમત 50 લાખ જેટલી થાય છે. હાલ આ ચરસના પેકેટ સાથે કોઈ વ્યક્તિ મળી આવ્યો ન હતો.

- Advertisement -

પોલીસે આ ચરસનો જથ્થો જપ્ત કરીને આ ચરસ કોણ લાવ્યું હતું અને કોના માટે લાવવામાં આવ્યું હતું તે દિશામાં તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા કચ્છના જખૌ નજીક નિર્જન ટાપુમાંથી બિનવારસી અવસ્થામાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular