Wednesday, July 8, 2026
HomeGeneralબિપોરજોય વાવાઝોડાને લઈને ગીરમાં સિંહોનું પણ કરવામાં આવ્યું સ્થળાંતર

બિપોરજોય વાવાઝોડાને લઈને ગીરમાં સિંહોનું પણ કરવામાં આવ્યું સ્થળાંતર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જુનાગઢ: ગુજરાતમાં હાલ બિપોરજોય વાવાઝોડાનું (Cyclone Biparjoy) સંકટ વધી રહ્યું છે, ત્યારે દરિયાકાંઠાને અડીને આવેલા વિસ્તારોમાં અનેક ગામોના લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે. પરંતુ જુનાગઢ (Junagadh) અને ગીરના જગલોમાં (Gir Forest) અસંખ્ય વન્ય પ્રાણીઓ રહે છે, તેમની સુરક્ષા માટે પણ હવે વન વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર દેશમાં ગીરના જંગલો એક માત્ર સિંહની વસ્તી ધરાવતા જંગલો છે, જેથી આ સિંહોની સુરક્ષા (Lion Safety) કરવી અત્યંત જરૂરી છે. ત્યારે વન વિભાગ દ્વારા હાલ સિંહોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે.

આગામી 16 જૂનથી ગીરમાં જંગલ સફારી માટે મોનસૂન વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ હવે બિપોરજોય વાવાઝોડાને લઈને 12 તારીખથી જ જંગલ સફારી બંધ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ શકે છે, જેના કારણે જંગલમાં રહેતા માણસો કે પછી વન્ય પ્રાણીઓને કોઈ નુકશાન ન થાય તે માટે હાલ તમામને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીર વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

- Advertisement -

ગીર સાસણના CCF અનુરાધા શાહુએ એક સમાચાર માધ્યમને જણાવ્યા અનુસાર, “હાલ વાવાઝોડાના પગલે ગીર જંગલ સફારી અને દેવળીયા પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં વાવાઝોડાની અસર ઓછી થતાં દેવળીયા પાર્ક શરૂ કરી દેવામાં આવશે, જ્યારે મોનસૂન વેકેશનના કારણે ગીર જંગલ સફારી હવે 16 ઓક્ટોબરથી જ શરૂ કરવામાં આવશે. વાવાઝોડામાં કોઈ વન્ય પ્રાણીઓને અસર ન થાય તે માટે વન વિભાગ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ટ્રેકર્સ દ્વારા સિંહોની હિલચાલ પર નજર રાખવામા આવી રહી છે અને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના પ્રાણીઓને હાલ ખસેડવામાં આવી રહ્યા છે.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular