નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: trains cancelled in Gujarat: જેમ જેમ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું (Cyclone Biparjoy) નજીક આવી રહ્યું છે, તેમ તેમ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. 20થી 25 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. બિપોરજોય વાવઝોડું હાલ ગુજરાતથી 300 કિલોમીટર દૂર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. ગુજરાત (Gujarat) તરફ 12 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ફૂંકાઈ રહ્યો છે, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાએ વાવઝોડાના પગલે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. જેને લઈ તંત્રએ લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી વાહનવ્યહાર અને ટ્રેન વ્યહાર બંધ (trains cancelled) કરવાનો નિર્ણય કર્યો છે. દ્વારકા, પોરબંદર, કચ્છ, ધોરાજી જતી બસોને રદ કરવામાં આવી છે, જ્યારે કચ્છ તેમજ સૌરાષ્ટ્ર તરફ જતી 200થી વધુ ટ્રેન રદ કરવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે.
બિપોરજોય વાવઝોડાના સંકટને લઈ કેન્દ્રીય સ્તરેથી પણ સતત મનોટરિંગ કરવામાં આવી રહ્યું છે. SDRF અને NDRF સહિત મરીન પોલીસની ટીમ પણ દરિયાકાંઠે ખડકી દેવામાં આવી છે. 200થી વધુ એમ્બ્યુલેન્સ દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત રાખવામાં આવી છે. દ્વારકામાં, પોરબંદર, કચ્છ, ધોરાજી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વાવઝોડાના લીધે 15 જૂન સુધી બસો રદ કરવામાં આવી છે. તેમજ કચ્છ અને સૈરાષ્ટ્ર જતી અંદાજિત 200 જેટલી ટ્રેન ખરાબ વાતાવરણને જોતા રદ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને પણ કારણ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
તૌક્તે બાદ હવે બિપોરજોય વાવઝોડું ગુજરાતમાં ભારે તબાહી મચાવી શકે છે. જેના પગલે ફરી એકવાર કચ્છ અને સૌરાષ્ટ્રને ભારે નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે. દરિયાકાંઠા નજીક આવેલા રહેણાંક વિસ્તારોને હાઈએલર્ટ આપવામાં આવ્યા છે. લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. દરિયામાં ભારે મોજાના કારણે રહેણાંક વિસ્તારોમાં દરિયાનું પાણી ભરાયું હોવાનું સામે આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાના કારણે ગુજરાતમાં 17જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા બિપોરજોય વાવાઝોડાને પહોંચી વળવા વિડિયો કોન્ફરન્સના માધ્યામથી ગુજરાત સરકારના ઉચ્ચઅધિકારીઓ સાથે બપોરે 3 વાગ્યે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરિયાઈ વિસ્તારના કલેકટર પરિસ્થિત અંગે સંવાદ કરશે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયામાં અત્યાર સુધી 5 ઈંચ જેટલો વરસાદી ખાબકી ચુક્યો છે. જ્યારે ગીર સોમાનાથ, ધોરાજી, તલાળા, પોરબંદર, સૂત્રાપાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796