નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા અને જીમમાં કસરત કરતાં યુવાનોમાં હાર્ટ એટેકના (Youth Heart Attack) કારણે જીવ ગુમાવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આવો જ વધુ એક બનાવ અમદાવાદમાં (Ahmedabad) સામે આવ્યો છે. ક્રિકેટના મેદાનમાં બોલિંગ કરતી (Playing Cricket)વખતે યુવાનને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો. તાજેતરમાં જ રાજકોટ (Rajkot) અને સુરતમાં (Surat) પણ ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવતા પ્લેયર ઢળી પડવાની ઘટના સામે આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના ભાડજ વિસ્તારમાં આવેલા ક્રિકેટના મેદાનમાં જી.એસ.ટી. ઓફિસર (GST Officer) અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સરકારી કર્મચારી વચ્ચે મેચ ચાલી રહી હતી. આ મેચમાં જી.એસ.ટી.ની ટીમે 20 ઓવરમાં 10 વિકેટે 104 રનનો સ્કોર બનાવ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની ટીમે 7.1 ઓવરનાં 4 વિકેટમાં 45 રન કર્યો હતા. ચાલુ મેચ દરમિયાન વસંત રાઠોડ નામનો જી.એસ.ટી. ઓફિસર બોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તે અચાનક જમીન પર બેસી જાય છે અને ત્યારબાદ ઢળી પડે છે. પ્લેયરની આ હાલત જોઈને અન્ય પ્લેયર પણ પહોંચી જાય છે.
વસંત રાઠોડ જમીન પર ઢળી પડતા બેહોશ થઈ જતાં અન્ય સાથી તેમના મોં પર પાણી છાંટી હોશમાં લાવવાનો પ્રયત્ન કરતા હતા. તેમજ વંસતને સી.પી.આર. આપી જીવ બચાવાવ પ્રયાસ કરતા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. વસંતને ચાલુ મેચમાં હાર્ટ એટેક આવતા તાત્કાલીક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં હાજર તબીબે વસંતને મૃત જાહેર કર્યો હતો. વસંતનું હાર્ટ એટકેના કારણે મોત નિપજતા પરિવાર સહિત તેના સાથી પ્લેયર્સ શોકમગ્ન થયા હતા. આ મેચમાં વસંતે 2.5 ઓવરમાં એક વિકેટ ઝડપી હતી, જ્યારે બેટિંગમાં 14 બોલમાં 16 રન પણ ફટકાર્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








