Sunday, September 6, 2026
HomeGeneralસૂત્રાપાડા: દારૂ વેચવો પડ્યો મોંઘો, SPએ પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ સાથે 3 GRD...

સૂત્રાપાડા: દારૂ વેચવો પડ્યો મોંઘો, SPએ પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ સાથે 3 GRD જવાનને કર્યા બરતરફ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: ગીર સોમનાથના (Gir Somnath) સૂત્રાપાડા પોલીસકર્મી (Sutrapada Police) અને GRD જવાન દ્વારા કારમાંથી પકડેલો દારૂનો જથ્થો બુટલેગરો વેચી દેવા મામલે જિલ્લા પોલીસ વડા (Gir Somnath SP)દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાવસી બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે દારૂ વેચાવના કારસ્તાનમાં સંડોવાયેલા 3 જેટલા GRD જવાનને બરતરફ કરવામાં આવ્યા છે. આજે ચારેય આરોપીને રિમાન્ડ આપવામાં આવ્યા હતા, તે દરમિયાન રિમાન્ડની કાર્યવાહી પૂર્ણ થતાં તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

સૂત્રાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ભાવસી બારડ અને 3 GRD જવાને ચેંકિગ દરમિયાન દારૂ ભરેલી કાર પકડી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. તેમજ આરોપીને છોડી મૂક્યો હતો. ત્યાર બાદ આ દારૂના જથ્થા અંગે ઉપરી અધિકારીને જાણ કર્યા વગર પોલીસકર્મી અને GRD જવાનોએ બારોબાર સ્થાનિક બુટલેગરને દારૂનો જથ્થો વેચી રોકડી કરી લીધી હતી. જે મામલાની જાણ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને થઈ હતી. ત્યાર બાદ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક પોલીસને જવાબદારો સામે ગુનો નોંધવા આદેશ કર્યો હતો. SPના આદેશ બાદ પોલીસે ચારેય સામે ગુનો નોંધી આજે રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ સસ્પેન્ડ અને બરતરફ સુધીની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -

GRD જવાનામાં દિનેશ સોલંકી, વિજય કામળિયા અને કાનજી જાખોત્રાને બરતરફ કરી તમામને જેલ હવાલે કર્યા છે, તેમજ આગામી દિવસોમાં અમુક ભ્રષ્ટ પોલીસ કર્મચારી અને અધિકારીઓમાં દાખલો બેસી તે માટે કાર્યવાહી કરવામાં આવી છે. જેને લઈ અન્ય ભ્રષ્ટ્ર પોલીસ કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

Tag: Gir Somnath News, Sutrapada Liquor Case

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular