Saturday, May 2, 2026
HomeGujaratવિધાનસભા સત્રની શરૂઆત થતાં માજી સૈનિક અને ST કર્મચારીઓનું આંદોલન સમેટાયું

વિધાનસભા સત્રની શરૂઆત થતાં માજી સૈનિક અને ST કર્મચારીઓનું આંદોલન સમેટાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સગઠનો દ્વારા પોતાની માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં એક બે નહીં પરંતું 15થી વધારે સંગઠનોના આંદોલાન ચાલી રહ્યા છે. બીજી બાજુ આજથી વિધાનસભાનું બે દિવસનું સત્ર પણ શરૂ થયું છે. સરકાર સામે વિરોધનો સુર બંધ ન થતાં હવે સરકાર પણ સમાધન કરવા માટે ઉતરી રહી છે. કારણ કે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે અને વોટ બેંકને નુકશાન કરવા માગતા નથી. ત્યારે આજે બે સંગઠનના આંદોલનનો અંત આવ્યો છે.

માજી સૈનિકોની આજે સરકાર સાથે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ માજી સૈનિક દ્વારા આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. સરકારે માજી સૈનિકોની 14 જેટલી માંગણી પૂરી કરવા અંગેની બાહેંધરી આપવામાં આવતા આંદોલન સમેટાઈ ગયું છે. સરકાર માજી સૈનિકોની 14 માંગણીને લઈને 5 સભ્યની કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી 14 મુદ્દોનો રિપોર્ટ સરકારને સોંપશે અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે. સરકાર દ્વારા લેખીતમાં બાહેધરી આપતા આંદોલન સમેટાઈ ગયું છે. જોકે કમિટી દ્વારા કેટલા સમયની મર્યાદામાં રિપોર્ટ સોંપવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું નથી. પરંતું સરકાર દ્વારા માજી સૈનિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકણ લાવવા બાહેંઘરી આપવામાં આવી છે.

- Advertisement -

બીજી તરફ ST નિગમ કર્મચારીનું આંદોલન પણ સમેટા ગયું છે. સરકાર સાથે બેઠક થયા બાદ પ્રશ્નોનું નિરાકરણ આવતા આંદોલનનો અંત આવ્યો છે. ગઈકાલે રાજ્યના વાહનવ્યવહાર કેબિનેટ મંત્રી પૂર્ણેશ માદીની અધ્યક્ષતામાં STના કર્મચારી યુનિયનોના આગેવાનો સાથે બેઠક મળી હતી. આ બેઠક સાત કલાક સુધી ચાલી હતી. જોકે આ બેઠક બાદ 25 વર્ષ જુના પ્રશ્નોનું નિરાકરણ આવતા આંદોલનનો અંત આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, માજી સૈનિકોનું આંદોલનના સમેટાઈ જતા અન્ય આંદોલનકારીઓ કે જેઓ માજી સૈનિકોના ધરણાં સ્થળના અરસ-પરસ સમર્થન આપી આંદોલનને મજબૂત બનાવી રહ્યા હતા તે હવે સંભવ થતું જણાતું નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular