નવજીવન ન્યૂઝ. ગાધીનગર: Gandhinagar News: પોલીસને લઈને સમાન્ય લોકોમાં ખરાબ જ છબી હોય છે, પણ પોલીસ કેટલાક એવા પણ કામ કરે છે જે પોલીસના માનવીય અભિગમનો પુરાવો પૂરો પડે છે. આવી જ પોલીસની સરાહનીય કામગીરી ગાંધીનગરમાં (Gandhinagar) સામે આવી છે. બે બાળકો પોતાના વાલીથી છૂટા પડી જતાં ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશન (Sector-21 Police Station) અને બાળ સંરક્ષણ વિભાગ (Child Protection Department) દ્વારા શોધખોળ કરીને બાળકોને પોતાના વાલીઓ સાથે મળવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, ગત 28 જુલાઇના રોજ ગાંધીનગરના ક-7 સર્કલ પાસેથી પોલીસને 6 વર્ષની ઉંમરના બે બાળકો મળી આવ્યા હતા. આ બાળકોની પૂછપરછ કરતાં તેમને ઘરનું સરનામું કે માતા-પિતાનો મોબાઈલ નંબર યાદ ન હતો. તેમને માત્ર એટલું જ યાદ હતું કે તેઓ ધાનેરાના રહેવાસી છે અને પિતા સાથે ગાંધીનગર આવ્યા હતા. જેથી પોલીસે બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યા હતા અને તેમના માતા-પિતાની શોધખોળ કરવાનું શરૂ કર્યું હતું.
આ બાળકોના માતા-પિતાની બનાસકાંઠામાં તપાસ કરતાં, તેમના પિતા અને દાદી મળી આવ્યા હતા. ત્યારે પોલીસને ખબર પડી હતી કે, બાળકોની માતા પ્રેમી સાથે ભાગી જતાં તેમના પિતા ગાંધીનગરમાં તેની પત્નીના સાગનાં ઘરે બાળકોને મૂકીને નીકળી ગયા હતા. ત્યાર બાદ આ બંને બાળકો રઝળી પડ્યા હતા અને પોલીસને મળી આવ્યા હતા. હાલ બાળકોના પિતાને ગાંધીનગર લાવી આધાર પુરાવા રજૂ કરીને બાળકોનું પિતા સાથે પુનઃમિલન પોલીસે અને બાળ સુરક્ષા વિભાગે કરાવ્યું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








