પ્રશાંત દયાળ નવજીવન: બેસતા વર્ષના દિવસે ગાંધીનગરના સાંતેજ પાસે એક પાંચ વર્ષની બાળકી રસ્તા ઉપર પસાર થઈ રહી હતી, તેના શરિરમાંથી લોહી વહી રહ્યુ હતું, તે સ્થિતિ જોતા એક રાહદારીએ પોલીસને જાણ કરી, પોલીસ તરત ત્યાં પહોંચી અને બાળકીને હોસ્પિટલ લઈ ગઈ, ડૉકટરે પ્રાથમિક તપાસમાં જ પોલીસને જાણકારી આપી કે તેની સાથે દુષ્કર્મ થયુ છે, બાળકી ઉપર દુષ્કર્મ થયુ હોવાની જાણકારી મળતા ગાંધીનગરના સિનિયર પોલીસ હરકતમાં આવ્યા, હજી બાળકી કોની છે તેની તપાસ પોલીસ કરી રહી હતી ત્યારે સાંતેજ પોલીસને ફરિયાદ મળી કે ત્રણ વર્ષની એક બાળકી ગુમ થઈ છે, તેનો કોઈ પત્તો લાગતો નથી, પહેલા બનાવમાં પોલીસે તરત દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી પણ ત્યાં બીજી બાળકીને શોધવાની હતી.
બનાવની જાણ થતાં રેંજ આઈજીપી અભય ચુડાસમા અને ડીએસપી મયુર ચાવડાએ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશીયલ ઓપરેશન ગ્રુપને બોલાવી બનાવની જાણકારી આપી અલગ અલગ ટાસ્ક સોંપ્યા હતા, જેમાં સૌથી પહેલા પોલીસે દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના માતા પિતાને શોધી કાઢયા હતા, તેઓ અત્યંત ગરીબ માણસો છે અને મજુરી કરી ગુજરાન ચલાવે છે, તેમને ત્રણ બાળકો છે જે સાંતેજના ઘરમાં એકલા રહે છે, આમ બાળકો એકલા છે તેવી જેને ખબર હતી તેણે આ બાળકીને પોતાનો શિકાર બનાવી હતી, પોલીસે બાતમીદારના નેટવર્કને એકટીવ કરતા ત્રુટક માહિતી મળી કે એક મોટર સાયકલ ઉપર એક યુવાન બાળકીને લઈ જઈ રહ્યો હતો, જો કે યુવાન કોણ અને બાળકી કોણ તેની પણ માહિતી ન્હોતી, આથી ગાંધીનગર પોલીસ અલગ અલગ વિસ્તારમાં બાળક-બાળકીને લઈ જતા મોટર સાયકલવાળાને શોધવાની શરૂઆત કરી જેમાં પોલીસે લગભગ 40 કરતા વધુ મોટર સાયકલ સવારને તપાસ્યા હતા.
પોલીસ તમામ મોટર સાયકલ સવારને એક જ સવાલ પુછતી હતી કે તારા મોટર સાયકલ ઉપર બાળકી હતી તે કયાં છે, જયારે સવાર તેની સાથે રહેલી બાળકી પોલીસે બતાડે ત્યારે પોલીસને નીરાંત થતી હતી, પરંતુ સાંતેજમાં રહેતા વિજય ઠાકોર(ને ઉ-24) જયારે તેની મોટર સાયકલ ઉપર રહેલી બાળકી અંગે પુછતાં તે જવાબ આપી શકયો ન્હોતો, આથી તેને ક્રાઈમ બ્રાન્ચમાં લઈ આવતા તેણે ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી ફેંકી દીધી હોવાનું કબુલ્યુ હતું આથી પોલીસ તેને લઈ ઘટના સ્થળે પહોંચી તો જોયુ તો દુષ્કર્મને કારણે બાળકીનું મોત નિપજયુ હતું. વિજય ઠાકોરે આ બાળકી પહેલા પાંચ વર્ષની બાળકી ઉપર પણ દુષ્કર્મ હોવાની કબૂલાત કરી હતી, કડક મનના પોલીસ અધિકારી પણ ધ્રુજી જાય તેવી ઘટના હતી, આથી પોલીસે તેની સાથે કડક વલણ દાખવતા તેણે તેણે 30 ઓકટોબરના રોજ સાત વર્ષની બાળકી સાથે પણ દુષ્કર્મ આચર્યુ હોવાની કબુલાત કરી હતી જો કે તે મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન્હોતી.
આથી પોલીસ 30મી ઓકટોબરના રોજ જેની સાથી દુષ્કર્મ થયુ હતું તેના ઘરે પહોંચી તો તેના ગરીબ માતા પિતાએ આખી ઘટનાને નસીબનો દોષ ગણાવી ફરિયાદ કરવાનો ઈન્કાર કર્યો હતો આમ ત્રણ ત્રણ માસુમ દિકરીઓ સાથે દુષ્કર્મ આચરનાર વિજય ઠાકોર પોલીસ કસ્ટડીમાં છે, ત્રણ ઘટનામાં સામાન્યતા એવી છે કે અત્યંત ગરીબ બાળકીઓ છે અને ઝુપડા જેવા મકાનમાં રહે છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









