Monday, April 20, 2026
HomeGeneralમંત્રીના વીડિયો ન ઉતરે તેની તકેદારી... ? મંત્રીઓની મુલાકાત પહેલા મોબાઈલ બહાર...

મંત્રીના વીડિયો ન ઉતરે તેની તકેદારી… ? મંત્રીઓની મુલાકાત પહેલા મોબાઈલ બહાર મૂકવો પડશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટની બેઠક યોજાયાઈ હતી. જેમાં હાલમાં ચીનમાં વધી રહેલા કોરોના કેસ મામલે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ ગુજરાતમાં કોરોના અંગેની સ્થિતિ બગડે નહીં તે માટે અટકાયતી પગલાઓ મુદ્દે સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત આજની કેબિનેટ બેઠકમાં મંત્રીઓના ખાસ નિયમો માટે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીઓને મળવા જતા મુલાકાતીઓને હવે મોબાઈલ ફોન સાથે લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં સ્વર્ણિય સંકુલમાં મંત્રીઓને મળવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે મંત્રીને મળવા આવતા મુલાકાતીઓ માટે મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવતા અનેક ચર્ચાઓ જાગી છે કે, મંત્રીઓ એવું શું ગુપ્ત કામ કરતા હશે, કે પછી મંત્રીઓની હરકત મોબાઈલ ફોનમાં રેકોર્ડ ન થઈ જાય એટલા માટે ? મુલાકાત દરમિયાન કોઈ વાતચીતનું રેકોર્ડિંગ ન કરી લે કે ફોટો કે વીડિયો ન બનાવે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પહેલા મુલાકાતીઓ પોતાના મોબાઈલ ફોન મંત્રીની ઓફિસમાં લઈને જઈ શકતા હતા. પરંતુ હાલ ફોન બહાર જ મુકી દેવા માટે મૌખિક સૂચના આપવામાં આવી છે. જેથી મુલાકાતીઓને મુલાકાત દરમિયાન ફોન બહાર મુકવાવની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

- Advertisement -

નવી સરકારની કમાન સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રીએ પોતાના સાથી મંત્રીઓ માટે કેટલાક નિયમોનું પાલન ફરજીયાત કરાવ્યું છે, જે આગામી સોમવારથી લાગુ પડશે. હવેથી માત્ર સોમવારે જ સામાન્ય મુલાકાતીઓ માટે સમય ફાળવવાનો રહેશે. મંગળવારે ધારાસભ્ય અને સાથેના રજૂઆત કરનારા ને જ મળી શકાશે. શુક્રવાર સાંજ સુધી તમામ મંત્રીઓએ ફરજિયાત સચિવાલયમાં રહેવું પડશે. તેમના વિભાગોની સમીક્ષા બેઠક અને કામગીરી માટે અલગ સમય ફાળવવાનો રહેશે.

મુલાકાતીઓએ મંત્રીની ચેમ્બરમાં પ્રવેશતા પહેલા મોબાઈલ ફોન જમા કરાવવા પડશે. મંત્રીઓએ પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત દરમિયાન આ નિયમોનું પાલન કરવું પડશે. બુધવારે કેબિનેટ બાદ મંત્રીઓ કે મુખ્યમંત્રીને મળી શકશે. કેબિનેટની બેઠક બાદ દોઢ કલાકના સમયગાળા દરમિયાન મુખ્યમંત્રીને મળી શકશે. ધારાસભ્યો પણ એપોઈન્ટમેન્ટ લીધા બાદ જ મુખ્યમંત્રીને મળી શકશે. ઈમર્જન્સી સિવાય મુખ્યમંત્રી સાથેની મુલાકાતો પર રોક લગાવવા નિર્ણય લેવાયો છે. સતત મુલાકાતીઓના કારણે કામમાં અવરોધ આવતો હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીનું નિવાસસ્થાન હોય કે ઓફિસ તમામ જગ્યા પર મંત્રીઓને અને ધારાસભ્યોને ફોન લઈ જવાની પરવાનગી નહીં મળે. અધિકારીઓને પણ આ નિયમની અમલવારી કરવાની રહેશે. જ્યારે પણ કોઈ બેઠક ચાલતી હશે તેમાં ફોનનો ઉપયોગ નહીં કરી શકાય.

આ પૈકીના કેટલાક નિયમો અગાઉ પણ અમલમાં હતા, પરંતુ ભૂપેન્દ્ર પટેલ અગાઉ મુખ્યમંત્રી બન્યા પછી મુલાકાતીઓ માટે સચિવાલયના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. જેથી મોટી સંખ્યામાં મુલાકાતી આવતા ધસારો જોવા મળતો હતો, સાથે જ ભીડના કારણે મંત્રીઓ પોતાના કામ પર પુરતું ધ્યાન આપી શકતા ન હોવાની પણ ફરિયાદો આવતી હતી. અગાઉ એવું બનતું હતું કે મુખ્યમંત્રીને મળવા માટે ધારાસભ્ય કે મંત્રીઓ સીધા ચેમ્બરમાં જતા રહેતા હતા જેના કારણે ઘણા મહત્વના કામમાં મોડું થતુ હતું.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular