નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ Kalol News: પ્રેમમાં આંધળા, આ શબ્દ ઘણી વખત સાંભળ્યો હશે. જોકે તેને પુરવાર કરતી ઘટનાઓ પણ અવારનવાર સામે આવતી પણ હોય છે. આવી જ એક ઘટના ગાંધીનગરમાં(Gandhinagar) પણ સામે આવી છે જેને જાણીને આપ પણ કહેશો કે ખરેખર પ્રેમ આંધળો તો ખરો. કલોલમાં (kalol) એક યુવતીએ પોતાના પ્રેમીનું દેવું (Lover Debt) ચુકવવા પોતાના જ ભાઇના ઘરમાં રૂપિયા 16.29 લાખના દાગીનાની ચોરી (Gold Theft) કરી હોવાનું સામે આવ્યું છે. જોકે ચોરીની જાણ તેના બનેવીને થઈ જતા આખો ભાંડો ફૂટી ગયો હતો. હવે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે જ્યાં હવે સગા ભાઈએ જ પોતાની બહેન સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના કલોલમાં રહેતા અને આર્મીની ફરજ બજાવતા જવાનના ઘરમાં સગી બહેન જ ચોરી કરતી હોવાનું સામે આવ્યું છે. જેમાં હાલ રાજસ્થાનમાં ફરજ બજાવતા આર્મીમેન તેમની બહેન જયશ્રીબેનના લગ્ન રાણીપમાં કર્યા હતા. તારીખ-6 અપ્રિલના રોજ આર્મી જવાન પોતાની ફરજ પર રાજસ્થાનમાં હતા. ત્યારે સાંજના સમયે તેમના બનેવીએ તેમને ફોન કરીને જાણાવ્યું હતું કે, તમારી બહેન જયશ્રી, દિનેશ પરમાર નામના યુવક સાથે ભાગી ગઇ છે. આ સાંભળીને આર્મીમેન બીજા જ દિવસે પોતાના ઘરે આવી જાય છે. ઘરે આવ્યા પછી આર્મીમેન ઉપર તેમના બહેનના પ્રેમીનો કોલ આવે છે અને તે કહે છે કે, તારી બહેન જયશ્રી મારી સાથે જ છે અને તમારા ઘરના સોનાના–ચાંદીના દાગીના અમે ગીરવી મૂકેલા છે અને પૈસા પણ વાપરી કાઢ્યા છે. તેવું કહીને તેને તરત ફોન કટ દિધો હતો.
ત્યારબાદ આર્મી જવાન પોતાના ઘરે આવે છે અને તેમની વૃદ્ધ દાદીમાને તેની બહેન જયશ્રી વિશે પુછપરછ કરતા તે કહે છે કે, જયશ્રી 3 અપ્રિલેએ બપોરના સમયે કોઈ રિક્ષાવાળા સાથે આવી હતી અને માળિયા પર શોધખોળ કરતી હતી. આ સાંભળી આર્મી જવાને તરત જ માળિયા પર મુકેલી લોખંડની પેટીની તપાસ કરી હતી. જેને જોઈને તે ચોંકી ઉઠયા હતા. લોખંડની પેટીમાંથી ત્રણ તોલાનો સોનાનો સેટ, એક બુટ્ટી, ડોકિયું વગેરે સોનાના દાગીના હતા અને સહારા ઇન્ડિયા લિમિટેડ કંપનીના ડોકયુમેન્ટસ પણ ચોરાઈ ગયા હતા. આ ચોરી તેમની જ બહેને કરી હશે એવો તેમને સપનામાં પણ ખ્યાલ નહોતો.
આ બધુ જોઈને આર્મી જવાને પોતાને બહેનને શોધવાનું શરૂ કર્યું હતું. તે રાણીપ પોલીસ સ્ટેશનમાં તેની બહેન ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ કરતા જયશ્રીએ રાણીપ પોલીસસ્ટેશનમાં કબુલાત કરી હતી કે તે દિનેશ પરમાર સાથે પ્રેમસંબંધમાં છે. તે લોકો છેલ્લા 6 મહિનાથી થોડા થોડા કરીને ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કરતા હતા અને તે દિનેશ પરમાર અલગ અલગ ફાઈનાન્સ કંપનીઓમાંની જવેલર્સને ત્યાં દાગીના ગીરવી મૂકતો હતો. આમ આટલા મહિનાથી પોતાની જ બહેન ભાઈના ઘરમાં ચોરી કરતી હતી. જેથી આજરોજ ભાઈએ પોતાની બહેન જયશ્રી પર ઘરમાંથી 16.29 લાખના દાગીના ચોરી કરી હોવાની ફરિયાદ કલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








