Tuesday, April 21, 2026
HomeGujaratGandhinagarનકલી PSI મયુર તડવી કેસમાં બેદરકારી રાખનારા 6 પોલીસકર્મી સસ્પેન્ડ

નકલી PSI મયુર તડવી કેસમાં બેદરકારી રાખનારા 6 પોલીસકર્મી સસ્પેન્ડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Fake PSI Mayur Tadvi Case : ગુજરાતમાં પોલીસમાં (Gujarat Police) ટૉક ઓફ ધ ટાઉન બનેલા Bogus PSI મયુર તડવી કેસમાં (Mayur Tadvi Case) મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં (Karai Academy) ફરજ બજાવતા 6 પોલીસ કર્મીને રાતો-રાત સસ્પેન્ડ કરવાનો આદેશ છુટ્યો છે. સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓની વધુ તપાસ પણ કરવામાં આવશે. મહત્વની વાત છે કે નકલી PSI મામલાની (Fake PSI Case) તપાસ કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલને સોંપાઈ છે.

નકલી PSI મયુર તડવી કેસમાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નકલી PSI કેસમાં જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ પરીક્ષામાં નાપાસ થવાં છતાં કરાઈ પોલીસ એકેડમીમાં એન્ટ્રી આપવામાં બેદરકારી દાખવાનારા બે પોલીસ ઈન્સપેક્ટર અને પી.એસ.આઈ. ભરતીનું વેરિફિકેશન કરનારા 4 એસ.આર.પી.ના જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ નકલી PSI કેસમાં 4 ADI અને 2 PIને સસ્પેન્ડ થયા છે.

- Advertisement -

શુ હતો સમગ્ર મામલો

કરાઈ પોલીસ એકેડમીમાં નકલી પી.એસ.આઈ. બનીને મયુર તડવી નામનો યુવક તાલીમ લેવા પહોંચ્યો હોવાનો આક્ષેપ ‘આપ’ના નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવતા મુદ્દો અતિ ચર્ચાસ્પદ બન્યો હતો. ગુજરાત પોલીસ ભરતીમાં કૌભાંડ થતાં હોવાના અનેક આક્ષેપો થતાં પોલીસની છબી ખરડાઈ હતી. જોકે ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરી બોગસ રીતે પોલીસ એકેડમીમાં તાલીમ લઈ રહેલા મયુર તડવીની ઓળખ કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

બાદમાં નકલી પી.એસ.આઈ.નો મામલો ગુંજતા ગાંધીનગરના ડભોડા પોલીસ મથકમાં નકલી PSI મયુર તડવી સામે ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપી સામે ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે 1 માર્ચે કરાઈ પોલીસ એકેડમીમાંથી મયુરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ નકલી PSI અંગેની તપાસ ગાંધીનગર એલ.સી.બી. કરી રહી છે.

કરાઈ પોલીસ એકેડમીમાં બોગસ રીતે તાલીમ લઈ રહેલા મયુરે ST (અનુસુચિત જન જાતિ) ઉમેદવારની યાદીમાં ત્રીજા ક્રમે રહેલા વિશાલ રાઠવાના નામે પોતાનું નામ એડિટ કરીને પોતાનું નામ મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. ત્યારબાદ આ નકલી કોલ લેટર લઈ મયુર કરાઈ પોલીસ એકેડમીમાં પહોંચી ગયો હતો. મયુરે ન માત્ર કરાઇ પોલીસ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો પરંતુ એક મહિનાથી વધારે સમયની ટ્રેનિંગ પૂર્ણ કરી એક સરકારી પગાર પણ મેળવી લીધો હતો.

- Advertisement -

TAG: fake psi case, mayur tadvi, karai academy

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular