નવજીવન ન્યૂઝ. ગાંધીધામ: કચ્છના ગાંધીધામના સેન્ટ્રલ જી.એસ.ટી. આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીની સી.બી.આઈ. (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચાર (Corruption)ના મામલે સી.બી.આઈ.એ મહેશ ચૌધરીની ધરપકડ કર્યા બાદ અમદાવાદની સ્પેશિયલ સી.બી.આઈ. કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપી મહેશ ચૌધરી પાસેથી સી.બી.આઈ.ને એક ડાયરી મળી આવી હતી જેમાં કથિત રીતે બેનામી નાણાકીય વ્યહારોનો હિસાબ-કિતાબ રાખવામાં આવતો હતો. આરોપી મહેશ ચૌધરી (Mahesh Chaudhari)ને કોર્ટમાં રજૂ કરી વધુ પુછપરછ માટે રિમાન્ડ માગતા કોર્ટે મહેશ ચૌધરીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
સી.બી.આઈ. એ સેન્ટ્રલ જીએસટીના મહેશ ચૌધરીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી દલીલ કરી હતી કે, હાલ સુધીની તપાસમાં પરિવારના સભ્યોના બેંક ખાતાના સ્ટેટમેન્ટ મેળવવામાં આવ્યા છે. જેની ચકાસણી કરતા મોટા આર્થિક વ્યવહારો સામે આવ્યા છે. જેથી આ ખાતમાં ટ્રાન્સફર કરવામાં આવેલા નાણાના સ્ત્રોતની તપાસ ખુબ અગત્યની છે. સાથે જ આરોપી મહેશ ચૌધરીના નાણાકીય વ્યવહારોની ચકાસણી માટે તેની હાજરી ખુબ જરૂરી છે. તેમજ મહેશના રહેણાક પરથી કેટલીક હસ્ત લીખીત ડાયરીઓ મળી આવી છે.
વાયરલ વિડીયો: શિકારી અને શિકાર બંને કૂવામાં પડી ગયા, પછી શું થયું જૂઓ…
ઉપરાંત સીબીઆઈએ દલીલ કરી હતી કે આ ડાયરીઓમાં કેટલીક ખાનગી કંપનીઓના નામ લખેલા છે. જેથી તે મામલે પણ કંપનીઓમાં આરોપીઓની ભૂમિકાની તપાસ કરવી પડે તેમ છે. પરંતુ આરોપી તપાસમાં સહકાર નહીં આપતા હોય રોકાણ અને આર્થિક વ્યવહારોની સત્યતા તપાસવી ખુબ જરૂરી છે. તેમજ આરોપીના હસ્તાક્ષરના નમૂના મેળવવાના બાકી છે. તેમજ બાડમેર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચ ખાતે આરોપીનું લોકર આવેલું છે. ત્યાં પણ તપાસ કરવા માટે જવું પડે તેમ હોય આરોપીની કસ્ટડી ખુબ જરૂરી બને છે. ત્યારે આ દલીલોને ધ્યાને રાખી કોર્ટે આરોપી મહેશ ચૌધરીના વધુ પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Gandhidham GST Assistant Commissioner Arrested CBI








