Saturday, April 20, 2024
HomeGujaratADR રિપોર્ટમાં ખુલાસોઃ ભ્રષ્ટાચાર નાબુદીના વચનો આપતી AAPના ઉમેદવારો સામે સૌથી વધુ...

ADR રિપોર્ટમાં ખુલાસોઃ ભ્રષ્ટાચાર નાબુદીના વચનો આપતી AAPના ઉમેદવારો સામે સૌથી વધુ ક્રિમિનલ કેસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) હવે ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું 5મી ડિસેમ્બરે મતદાન થશે. આ વર્ષે ચૂંટણીના મેદાનમાં ઉતરેલા રાજકીય પક્ષના કેટલા ઉમેદવારો ગુનોહીત ઈતિહાસ ધરાવે છે તેને લઈને ADRએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પરના 788 ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો AAP પાર્ટીના હોવાનું સામે આવ્યું છે.

ADR ના રિપોર્ટ અનુસાર, પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોમાં પ્રથમ નંબરે આમ આદમી પાર્ટી છે. AAPના કુલ 88 ઉમેદવારોમાંથી 32 ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, જ્યારે 26 ઉમેદવાર ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. બીજા નંબરે કોંગ્રેસના ઉમેદવારોનો સમાવેશ થાયે છે. કોંગ્રેસના કુલ 89 ઉમેદવારોમાંથી 31 ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જ્યારે 18 ઉમેદવાર સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ત્રીજા નંબરે ભાજપના ઉમેદવારનો સમાવેશ થાય છે. ભાજપના કુલ 89 ઉમેદવારોમાંથી 14 ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જ્યારે 11 સામે ગંભીર ગુના નોંધાયેલા છે. પ્રથમ તબક્કાનું ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી રહેલા 339 ઉમેદવારોમાંથી 61 ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જ્યારે 35 સામે ગંભીર ગુના નોંધાયેલા છે.

- Advertisement -

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના 788 ઉમેદવારોમાંથી 167 એટલે કે 21 ટકા ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા 167 ઉમેદારોમાંથી 100 ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે. ગત વર્ષની વાત કરીએતો વર્ષ 2017ની ચૂંટણીમાં 923 ઉમેદવારોમાંથી 137 ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા. જ્યારે 137માંથી 78 ઉમેદવારો સામે ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા. વર્ષ 2017ની સરખામણીએ આ વર્ષની ચૂંટણીમાં ગંભીર ગુનાઓ ધરાવતા ઉમેદવારોની વધુ ટિકિટ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કેટલાક નેતાઓ વિરુધ્ધ રાજકીય કે સામાજિક આંદોલન સંબંધિત ગુનાઓ પણ હોય છે. આ મામલે ચૂંટણી પંચે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગુના ધરાવતા ઉમેદવારો અને તેમનજ પાર્ટીઓ એ પણ અખબારમાં જાહેરાત પ્રસિદ્ધ કરાવવી પડે છે તેમજ, વેબસાઈટના માધ્યમથી પણ જાહેરાત કરવી પડે છે તેમ ADR ના અહેવાલમાં જણાવાયું છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular