Friday, June 5, 2026
HomeGujaratગઠિયાએ પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપી મહેસાણા ડેપો કટ્રોંલર પાસેથી 1 લાખ...

ગઠિયાએ પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપી મહેસાણા ડેપો કટ્રોંલર પાસેથી 1 લાખ પડાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: ગુજરાતના મહેસાણામાં (Mehsana) પોલીસના નામનો ખોટો દૂરઉપયોગ (Fake police identity) કરી મોઢેરા ચોકડી પર આવેલા બસ ડેપોના કંટ્રોલર (Bus Depot controller) સાથે છેતરપિંડીની (Fraud) ઘટના સામે આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં મહેસાણા હેડ ક્વાટરના ASI તરીકેની ઓળખ આપી પોલીસે જપ્ત કરેલા વાહનોની હરાજી કરવાના નામે ડેપો કંટ્રોલર પાસેથી SPના નામનો મેસેજ બતાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ મહેસાણાના બી ડિવિઝનમાં (Mehsana Police) દાખલ થઇ છે.

ફરીયાદની વિગતો મુજબ, મહેસાણાના મોઢેરા ચોકડી પર આવેલા બસ ડેપોમાં 10 મહીનાથી કંટ્રોલર તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્વ જ્યસ્વાલે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ મુજબ 15 દિવસ પહેલા એક અજાણી વ્યક્તિ પાલનપુરની બસમાં અપડાઉન કરતો હતો. તે દરમિયાન બસની રાહ જોતા મારા પાસે આવી બેસતો હતો. આ વ્યક્તિ પોલીસના લોગોવાળી ટી-શર્ટ, ખાખી પેન્ટ અને પોલીસના બૂટ પહેરતો હતો અને પોતાની ઓળખ સચીન જોષી પોલીસ હેડ ક્વાટર પર ફરજ બજાવતા ASI તરીકે આપતો હતો.

- Advertisement -

પરીચય કેળવાયા બાદ સચિન જોષીએ ઉપેન્દ્વ જ્યસ્વાલને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ચાર વાહનોના ફોટા બતાવી પોલીસ હરાજી કરવાની હોવાની વાત કરી હતી. જો તમારે વાહનો લેવા હોય તો પૈસા જમા કરાવી હરાજીમાં ભાગ લેવો પડશે. આવી વાત કરી ઉપેન્દ્વ જ્યસ્વાલનો ભરોસો કેળવી સચિન જોષીએ 1 લાખથી વધુની રકમ રોકડ લઈ પોતે જમા કરાવી આપશે તેવું કહી પૈસા લઈ ગયો. ત્યાર બાદ કંટ્રોલરે પોતાના આપેલા પૈસા જમા થઈ ગયા હોય તો પાવતી માગી હતી. જેથી સચીને થોડા ગલ્લા તલ્લા કર્યા બાદ SP MEHSANAનો પૈસા જમા થઈ ગયો હોવાનો ખોટો મેસેજ બતાવ્યો હતો અને એક મહિનામાં ગાડીઓની હરાજી કરવામાં આવશે. બાદમાં અવાર-નવાર સચિન જોષી હરાજી મામલે ફરિયાદી સાથે બહાના આપી સંતાષકારક જવાબ આપતો ન હતો અને હવે પોતાની બદલી અન્ય જગ્યાએ થઈ હોવાનું કહી 1 જુલાઈથી ડેપોમાં આવવાનું બંધ કરી દીધું હતું. જેથી ફરિયાદી મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular