Thursday, July 23, 2026
HomeNationalઉદ્યાન એક્સપ્રેસમાં લાગી આગ, બેંગ્લોરના કે.એસ.આર. રેલવે સ્ટેશનની ઘટના

ઉદ્યાન એક્સપ્રેસમાં લાગી આગ, બેંગ્લોરના કે.એસ.આર. રેલવે સ્ટેશનની ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બેંગ્લોર: બેંગ્લોરના ક્રાંતિવીરા સંગોલ્લી રાયન્ના (કેએસઆર) રેલવે સ્ટેશન પર આજે સવારે ઉદ્યાન એક્સપ્રેસ ટ્રેનમાં આગ (Udyan Express Train Fire News) લાગતા નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ બુઝાવવા માટે કામે લાગ્યો હતો. આ ટ્રેન મુંબઈથી બેંગ્લોર (bengaluru) સુધી ચાલે છે જેમાં આજરોજ આગ લાગી હતી.

મળતી માહિતી અનુસાર આજે સવારે ઉદ્યાન એક્સપ્રેસ બેંગ્લોર પહોંચી હતી અને તેમાંથી પ્રવાસીઓ સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા. ટ્રેન ખાલી થયાના બે કલાક બાદ આગની ઘટના સામે આવી હતી. જેના પગલે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાગ્રસ્ત થયું ન હતું. હાલ સ્થળ પર હાજર ફાયર વિભાગન કાફલો આગ લાગવાના કારણો અંગે તપાસ કરી રહી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.

- Advertisement -

રેલ વિભાગના નિવેદન પ્રમાણે આજરોજ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસથી આવેલી ટ્રેન નંબર 11301 ઉદ્યાન એક્સપ્રેસ સવારે પોણા છ વાગ્યા આસપાસ બેંગ્લોરના કે.એસ.આર. રેલવે સ્ટેશન પર પહોંચી હતી. જેમાં સવારે 7 વાગ્યે અને 10 મીનિટ આસપાસ કોચ બી 1 અને બી 2માં ધુમાડો જોવા મળ્યો હતો. ધુમાડો દેખાતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી હતી અને ફાયર વિભાગે તુરંત આગ કાબૂમાં લીધી હતી. હાલ આગ લાગવાના કારણો અંગેની તપાસ ચાલી રહી છે.

મહત્વની વાત છે કે, ટ્રેનમાં આગ લાગવાની આ અઠવાડીયામાં બીજી ઘટના સામે આવી છે. આ પહેલા 16 ઓગસ્ટના રોજ કાચુ તેલ લઈ મુંગેરથી કિઉલ જઈ રહેલી માલગાડીના ટેન્કરમાં જમાલપુર રેલવે સ્ટેશન પાસે આગ લાગી હતી. જેમાં પણ ફાયર વિભાગની સતર્કતાના કારણે વહેલી તકે આગ કાબૂમાં આવી ગઈ હતી. જેમાં કારણ સામે આવ્યું હતું કે સ્પાર્કિંગ થવાના કારણે ટ્રેનમાં આગ લાગી હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular