Monday, April 20, 2026
HomeNationalહાથ-પગ તોડો અભિયાન ! કોંગ્રેસના નેતાના નિવેદન મામલે મધ્યપ્રદેશ પોલીસે કરી ફરિયાદ...

હાથ-પગ તોડો અભિયાન ! કોંગ્રેસના નેતાના નિવેદન મામલે મધ્યપ્રદેશ પોલીસે કરી ફરિયાદ દાખલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જબલપુર: કોંગ્રેસના જબલપુર જિલ્લા ગ્રામીણ પ્રમુખ નિલેષ જૈન વિરૂધ્ધ કથિત આપત્તીજનક ટિપ્પણી મામલે ગત શુક્રવારે ફરિયાદ નોંધવામાં આવી છે. નિલેષ જૈનએ ગુરૂવારના રોજ કોંગ્રેસની એક જનસભામાં મંચ પરથી ભાષણ દરમિયાન કહ્યું હતું કે, “હું તમામ લોકોને કહેવા માંગુ છું કે ‘ભારત જોડો યાત્રા‘ થઈ ગઈ છે, આજથી ‘હાથ સે હાથ જોડો યાત્રા’ પણ શરૂ થઈ ગઈ છે. ત્યાર બાદ પણ જો અમારી સુનવણઈ નહીં થાય તો સમગ્ર જબલપુરમાં હવે કોંગ્રેસનું ‘હાથ-પગ તોડો અભિયાન’ થવું જોઈએ.”

જૈનના આ નિવેદનનો આ વિડીયો ટ્વિટર પર શેર કરતા મધ્ય પ્રદેશ ભાજપ પ્રવક્તા નરેન્દ્ર સલૂજાએ લખ્યું છે કે, ”કોંગ્રેસનું આગળનું અભિયાન ‘હાથ-પગ તોડો’ અભિયાન… આ છે જબલપુરના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નિલેષ જૈન જેઓ આ પ્રકારની ભાષા બોલે છે… આ પહેલા તેમના એક પૂર્વ મંત્રી મોદીજીને લઈ હિંસાત્મક ટિપ્પણી કરી ચૂક્યા છે અને હજુ પણ જેલમાં છે..”

- Advertisement -

ત્યારે એક મીડિયાના અહેવાલ પરથી માહિતી મળી રહી છે કે, ભારતીય જનતા યુવા મોરચાના જબલપુર જિલ્લાના ગ્રામીણ પ્રમુખ રાજમણિસિંહની ફરિયાદ પરથી નિલેષ જૈન વિરૂધ્ધ આઈ.પી.સીની કલમ 504 સહિતની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular