નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદના ધોળકા(Dholka)માં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત (Road Accident) સર્જાયો હતો. ડમ્પરની અડફેટે આવેલા બાઈક પર સવાર તમામ લોકોના મોત નિપજ્યા છે. બાઈક પર પિતા, પુત્ર, પુત્રી સવાર હતા, આ તમામ લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં પરિવારનો માળો વિખેરાયો છે. અમકસ્માતના કારણે ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ હતી.
ધોળકાના કરિયાણા ગામ ખાતે ડમ્પર ચાલકે રિવર્સ લેતી વખતે બાઈકને અડફેટમાં લીધી હતી. બાઈક સવાર ત્રણ લોકો પર ડમ્પર ફરી વળતા ત્રણ લોકોના કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. અકસ્માત થતા ઘટના સ્થળે ટ્રાફિક જામ થઈ ગયો હતો. આસપાસના સ્થાનિક લોકોનું ટોળુ એકત્રીત થઈ જતા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર માટી પુરાણની કામગીરી કરતા ડમ્પર ચાલક સામે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








