નવજીવન ન્યૂઝ. પોરબંદરઃ પોરબંદર (Porbandar)માં દરિયાકાંઠે રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 7 અને 8 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ (SRSSC) દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા ભાગ લેવા માટે દેશભરના તરવૈયા ભાગ લેવા આવી પહોચ્યા હતા. જેમાં એક અમદાવાદ(Ahmedabad)ના 72 વર્ષીય પ્યારેલાલ જાખોદિયા પહોંચ્યા હતા. જોકે સ્પર્ધાના બીજા દિવસે તેમનું મોત નિપજ્યું છે. તેમના મોતથી સ્પર્ધકો અને આયોજકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

પોરબંદરમાં દર વર્ષે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધા આયોજન કરવામાં આવે છે. આ સમુદ્ર તરણ સ્પર્ધા છેલ્લા 23 વર્ષથી યોજાઈ રહી છે. સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાની પણ માન્યતા સમુદ્ર તરણ સ્પર્ધાને મળી છે. આ સ્પર્ધા માટે ખાસ દિલ્હી ખાતેથી ફેડરેશનની ટીમ સ્પર્ધાને ઈન્ટરનેશલ નિયમો મુજબ જજ કરી રહી છે. આ સ્પર્ધામાં 940 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેમાં મોટી સંખ્યામાં પેરાસ્વીમરો, બાળકો, સિનિયર સિટીઝનો જોવા મળ્યા હતા.
મુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લેવા માટે અમદાવાદના પ્યારેલાલ જાખોદિયા (ઉં.વ 72) પણ પહોંચ્યા હતા. જોકે સ્પર્ધાના બીજા દિવસે તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત નિપજ્યું છે. વૃદ્ધના નિધનના કારણે આયોજકો અને પ્રેક્ષકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. વૃદ્ધના મોઢામાં પાણી જવાના કારણે હાર્ટ અટેક આવ્યો હોવાનું અનુમાન લગાવમાં આવી રહ્યું છે. આ સ્પર્ધા દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારતીય નેવી, ઈન્ડિયન કોસ્ટગાર્ડ, સ્થાનિક માછીમારો દ્વારા રેસ્ક્યું સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








