Monday, September 9, 2024
HomeNationalવિડીયો- મહિલાઓની મેદની વચ્ચે નીતિશ કુમાર એવું શું બોલી ગયા કે વિવાદનો...

વિડીયો- મહિલાઓની મેદની વચ્ચે નીતિશ કુમાર એવું શું બોલી ગયા કે વિવાદનો મધપૂડો છેડાયો ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પટણા: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Bihar Chief Minister Nitish Kumar) હાલ રાજ્યમાં સમાધાન યાત્રા કરી રહ્યા છે. એવામાં વૈશાલી જિલ્લામાં પહોંચેલી સમાધાન યાત્રામાં તેમણે આપેલા વક્તવ્યને કારણે તેઓ વિવાદમાં ઘેરાયા છે. જેમાં ભાજપનો (BJP) આરોપ છે કે તેમણે મહિલાઓની હાજરીમાં અશ્લિલ ટિપ્પણી કરી છે અને નીતિશ મર્યાદાનું ભાન ભૂલ્યા છે.

ઘટનાની હકીકત કંઈક એવી છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાલમાં સમાધાન યાત્રા લઈ ફરી રહ્યા છે. ત્યારે યાત્રામાં તેઓ વિવિધ સ્થળો પર લોકોનું સંબોધન કરતા રહે છે. ત્યારે આ યાત્રા વૈશાલી જિલ્લા ખાતે પહોંચી હતી અને ત્યાં વિશાળ જનસભાનું સંબોધન નીતિશ કુમારે કર્યુ હતું. જેમાં તેઓ મહિલાને શિક્ષિત કરવા માટેની અને સશક્ત કરવાની વાત કરી રહ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે, ‘મહિલાઓ શિક્ષિત થઈ જશે ત્યારે જ આ પ્રજનન દર ઘટશે. અસલી ચીજ તો એ જ છે. આજકાલ મહિલા શિક્ષિત નથી અને આપણે મર્દ લોકો જે રીતે રોજરોજ પોતાનું કર્યા કરે છે ત્યારે તેને ભાન જ નથી રહેતું કે આપણે રોજ એક પેદા નથી કરવાનું, પણ જ્યારે મહિલાઓ શિક્ષિત હશે ત્યારે તેને દરેક વસ્તુનું જ્ઞાન થઈ જશે કે કેવી રીતે પોતાને બચાવશે.’

- Advertisement -

નીતિશ કુમારના આ વિડીયો બહાર આવતા સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓએ ટિકા કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ભાજપના નેતા અને બિહાર વિધાનપરિષદના વિપક્ષી નેતા સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમારના આ નિવેદનનો વિડીયો ટ્વિટર પર ટ્વિટ કરી ટિકા કરતા લખ્યું છે કે, ‘મુખ્યમંત્રી શ્રી કુશાસન કુમારજીએ જે અમર્યાદિત શબ્દોનો પ્રયોગ કર્યો છે તે સંવેદનહિનતાની પરાકાષ્ઠા છે. આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરી તેઓ મુખ્યમંત્રી પદની ગરીમાને કલંકિત કરી રહ્યા છે.’

મહત્વની વાત છે કે, બિહારમાં વધતી વસ્તીને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ સમસ્યા માટે બિહાર સરકાર પણ કાર્યરત થઈ હોય તેમ જણાય છે. જનસંખ્યા નિયંત્રણ કરવા માટે રાજ્ય સરકારના પગલા વચ્ચે નીતિશ કુમારે મહિલાઓના શિક્ષણની અને જનસંખ્યા નિયંત્રણના મૂળ સુધીની વાત સમજાવવા આ વાત કરી હતી. પરંતુ તેમની આ વાતને રાજકીય રંગ આપી હવે વિવાદનો મધપૂડો છેડી દેવાતા મુદ્દો અન્યત્ર પહોંચી જશે તેવી સંભાવના જણાય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular