Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadરથયાત્રા 2023ના લોગોનું DCP ચૈતન્ય માંડલિકે કર્યું અનાવરણ, સેન્ડકપ કંપની રથયાત્રાની ડોક્યુમેન્ટ્રી...

રથયાત્રા 2023ના લોગોનું DCP ચૈતન્ય માંડલિકે કર્યું અનાવરણ, સેન્ડકપ કંપની રથયાત્રાની ડોક્યુમેન્ટ્રી પણ કરશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથની રથયાત્રાનું (Rath Yatra 2023) આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 146મી રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ પોલીસ (Ahmeabad Police) દ્વારા પણ રથયાત્રાની સુરક્ષાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે પોલીસે રથયાત્રાને લઈ ડિજિટલ યુગમાં સુરક્ષા સાથે ડિઝાઈનનો સમન્વય પણ કર્યો છે. જેમાં પોલીસે રથયાત્રા માટે એક ઓફિશિયલ લોગો (Logo) લોન્ચ કર્યો છે જેને સેન્ડકપ ડિઝાઈન (SandCup Design Studio) નામની કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે પોલીસ માટે આ લોગો ડિઝાઈન કરી આપનાર સેન્ડકપ કંપની દ્વારા ડિઝાઈનીંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને રસીકો માટે ‘સેન્ડસ્કૃતિ’ નામથી એક મુવમેન્ટ પણ ચલાવવામાં આવી રહી છે. જેના થકી તેઓ ડિઝાઈનીંગ ક્ષેત્રમાં લોકોને ઉજળી તક મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે.

Ahmedabad Rath Yatra 2023 Logo
Ahmedabad Rath Yatra 2023 Logo

સેન્ડકપ ડિઝાઇન દ્વારા તૈયાર કરવામાં આવેલા લોગોનું ગઇકાલે DCP ચૈતન્ય માંડલિક (DCP Chaitanya Mandlik) દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. આ બાબતે કંપનીના માલિક પ્રમોદ સિંહાએ જણાવ્યું હતું કે આ લોગો રથયાત્રાના પરંપરાગત ત્રણ રથનું પ્રતિનિધિત્વ કરે છે. આ લોગોમાં પ્રતિકાત્મક હાથી, ચક્ર અને જગન્નાથના ત્રણ રથ દર્શાવવામાં આવ્યા છે, તેમજ સુંદર રીતે રથયાત્રા લખવામાં આવ્યું છે. સેન્ડકપ ડિઝાઇન કંપનીનું માનવું છે કે આ લોગો સંસ્કૃતિ, સમુદાય અને રથયાત્રાનું મિશ્રણ છે. ઉપરાંત આ લોગો નીચે લખવામાં આવ્યું છે કે “MOTION OF DEVOTION”. જેનો મતલબ થાય છે ‘અનન્યભાવની ગતિ’.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, સેન્ડસ્કૃતિ મુહિમ અંતર્ગત રથયાત્રાના દિવસે 40થી 50 જેટલા વોલિન્ટિયરની મદદથી રથયાત્રાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. આ તમામ ફૂટેજને બાદમાં એકત્રિત કરીને એક ડોક્યુમેન્ટ્રી બાનવવામાં આવશે જે લોકો રથયાત્રાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર નિહાળી શકશે. આ પ્રકારની સમગ્ર રથયાત્રાની ડોક્યુમેન્ટ્રી હજુ સુધી બનાવવામાં આવી નથી તેવો સેન્ડકપ કંપનીનો દાવો છે.

સેન્ડકપ કંપનીના માલિક પ્રમોદ સિંહા જણાવે છે કે, “અત્યાર સુધી રથયાત્રામાં અલગ-અલગ લોકો પોતાની ઈચ્છા મુજબ લોગો બનાવતા હતા. જેથી અમને વિચાર આવ્યો કે રથયાત્રાનો એક અધિકૃત લોગો હોવો જોઈએ. જે અમે ડિઝાઇન કરીને ગુજરાત પોલીસને બતાવ્યો અને તેમને અમારું કામ ગમ્યું. આ ઉપરાંત અમે જે ડોક્યુમેન્ટ્રી બનાવવાના છે, તેનો ઉદેશ્ય માત્રને માત્ર આપની સંસ્કૃતિ વૈશ્વિક કક્ષાએ લોકો જોઈ શકે તેવો છે. જ્યારે અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે અને આ રથયાત્રા અમદાવાદના હેરિટેજ વિસ્તારોમાંથી પસાર થાય છે. માટે અમે વિચાર્યું કે અદભૂત રથયાત્રાની સાથે અમદાવાદની સંસ્કૃતિ પણ લોકો સુધી પહોંચાડવી જોઈએ. માટે અમે જે કોઈ ફોટો અને વીડિયો લઈશું તે તમામ લોકો ઉપયોગમાં લઈ શકશે. આ કોપી રાઈટ ફ્રી હોવાના કારણે મીડિયા અને ક્રિએટર્સ પણ અમારા આ કન્ટેન્ટનો ઉપયોગ કરી શકશે.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular