Tuesday, March 17, 2026
HomeGujaratAhmedabadPM મોદી અને CM યોગીના ઈલેક્શન કાર્ડમાં છેડછાડ કરનારો યુવક બિહારથી ઝડપાયો

PM મોદી અને CM યોગીના ઈલેક્શન કાર્ડમાં છેડછાડ કરનારો યુવક બિહારથી ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ઈલેક્શન કાર્ડમાં છેડછાડ કરવામાં આવતા આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Cyber Crime Branch) દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસ શરૂ કરતાં તપાસનો દોર બિહાર સુધી લંબાયો હતો. ત્યારે આજે સાયબર ક્રાઈમની ટીમે બિહાર (Bihar) જઈને ઈલેક્શન કાર્ડમાં છેડછાડ (tampered with election card) કરનાર યુવકને ઝડપી પાડ્યો હતો. જોકે ન માત્ર PM મોદી પરંતું CM યોગી (CM Yogi) અને અનેક મુકેશ અંબાણી સહિતના બિઝનેસમેન લોકોના ઈલેક્શન કાર્ડમાં છેડછાડ કરીને નાબ બદલી નાખ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા સૂરજ બારોટે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત 21 જુલાઈએ કોઈ અજાણી વ્યક્તિએ વોટર હેલ્પલાઈન એપ્લિકેશન મારફતે PM મોદીની મતદાર યાદીની વિગતોમાં છેડછાડ કરીને ગંભીર ગુનો આચર્યો છે. ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી મેળવીને ટેકનિક્લ એનાલીસ કર્યા બાદ બિહારના મુઝફ્ફરપુરથી ગુનાહિત પ્રવૃતિ થઈ હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -

ત્યાર બાદ સાયબર ક્રાઈમની એક ટીમ તપાસ માટે બિહારના મુઝફ્ફરપુર ગઈ હતી. આ દરમિયાન ઈલેકશન કાર્ડમાં છેડછાડ કરનારા બિહારના સદાતપુર ગામના વતની મદનકુમાર ઉર્ફે અર્પણ દ્વિવેદીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં આરોપીએ PM મોદી ઉપરાંત, CM યોગી, મુકેશ અંબાણી સહિત દેશના 11 નામાકિંત લોકોના ઈલેક્શન કાર્ડમાં ચેડા કર્યા હતા. આરોપી અર્પણ દ્વિવેદી કોમ્પ્યુટર ડિપ્લોમાનો અભ્યાસ કરે છે. તેણે છેલ્લા 10 દિવસમાં 50થી વધુ ઈલેકશન કાર્ડમાં છેડછાડ કર્યા છે. આ બનાવ બાદ ઇલેક્શન કમિશન દ્વારા બનાવેલી એપ્લિકેશનમાં સિક્યુરિટીની મોટી ચૂક હોવાથી આ પ્રકારની ઘટના બની હોય શકે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular