Wednesday, August 19, 2026
HomeGujaratAhmedabadVIDEO: એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં આરોપીની ભીડ જામી, એક સાથે 89 આરોપી ઝડપાયા

VIDEO: એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં આરોપીની ભીડ જામી, એક સાથે 89 આરોપી ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન (Ellisbridge Police Station) માં હાલ મોટી ભીડ જોવા મળી રહી છે. આ ભીડ મુલાકાતીઓ કે અરજદારોની નથી પરંતુ આ ભીડ આરોપીઓની છે. કારણ કે, એલિસબ્રિજ પોલીસે (Ellisbridge Police) એક સાથે 89 આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. આટલી મોટી સંખ્યામાં આરોપીઓ પકડાતા પોલીસ પણ કાગળ બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા પાયે જુગાર ચાલતો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો કરતા પોલીસ પણ ચોંકી ઉઠે તેવા દૃષ્યો સર્જાયા હતા. પોલીસે પ્રિતમનગર ઢાળ વિસ્તારના એક રહેણાક ફ્લેટમાં દરોડો કરતા અંદરથી 89 આરોપીઓ જુગાર રમતા ઝડપાયા હતા. દરોડામાં એક સાથે 89 આરોપીઓ ઝડપાતા પોલસે વધારે પોલીસ બોલાવવી પડી હતી. હાલ સુધી પોલીસે કેટલી રોકડ રકમ ઝડપાઈ તેની ચોક્કસ માહિતી આપી નથી પરંતુ સુત્રો જણાવે છે કે આરોપીઓની 30 કાર સહિત પોલીસે મોટી રોકડ કબ્જે લીધી છે.

- Advertisement -

આ બાબતે એલિબ્રિજ પોલીસ સ્ટેશનના પી.આઈ. બી. જી. ચેતરીયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગતરોજ મોડી રાત્રિના સમયે પ્રિતમનગર ઢાળ વિસ્તારના એક રહેણાક ફ્લેટમાં દરોડો કરી 89 આરોપીઓ જુગાર રમતા ઝડપી લેવાયા હતા. હાલ પોલીસે આ મામલે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રાથમિક રીતે આરોપીઓ જણાવે છે કે તેઓ લગ્ન પ્રસંગ હોય ઘરે જુગાર રમતા હતા તેઓ જુગાર રમાડવાની પ્રવૃતિ સાથે સંકળાયેલા નથી. તેમજ આરોપીઓએ લગ્ન પ્રસંગની કંકોત્રી પણ પોલીસને બતાવી હતી. આમ પોલીસ હજુ તપાસ કરી રહી છે કે ખરેખર આરોપીઓના આ કથનમાં કેટલું તથ્ય છે.

આ પણ વાંચો: ગુજરાતનો પ્રથમ કિસ્સોઃ અમદાવાદમાં જુગારધામ પર રેડ કરવા ગયેલી પોલીસને મળ્યું પત્તાની પોલ ખોલતુ ડિવાઈસ

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular