નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gujarat CM Bhupendra Patel Convoy Changes: નરેન્દ્ર મોદી (Narendra Modi) , આનંદીબેન (Anandiben Patel) કે રૂપાણીને નહોતી મળી એવી સુવિધા કોમનમેન તરીકે ઓળખાતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને (CM Bhupendrabhai Patel) મળી છે. 18 વર્ષ બાદ ગુજરાતના મુખ્યમંત્રીના કાફલામાં નવી કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના કાફલા (CM Convoy) માટે 12 ટોયોટા ફોર્ચ્યુનર કાર (toyoya fortuner car)ખરીદવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યાં છે. મળતી વિગતો અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે આધુનિક ટેકનોલોજી સાથે નવી કાર તૈયાર કરાઈ છે.
20 વર્ષ અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે મુખ્યમંત્રીના કાફલામાં કોન્ટેસા કારનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈને જે તે સમયે સ્વદેશી મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો ગાડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા તેઓ દિલ્હી ગયા અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજય રૂપાણીએ પણ પોતાના કાફલામાં સ્કોર્પિયો કારનો ઉપયોગ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે પણ પહેલી ટર્મમાં સ્કોર્પિયો કારનો જ ઉપયોગ કર્યો હતો.
ત્યારે હવે મુખ્યમંત્રીના કાફલા માટે 12 ટોયોટા ફોર્ચ્યુનર કાર ખરીદવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક ધોરણે અત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને જ આ કાર ફાળવવામાં આવી છે. હાલ અન્ય કાર પણ ટેસ્ટિંગ હેઠળ હોવાનુ સામે આવ્યું છે. આગામી દિવસોમાં તબક્કાવાર કાફલામાં તમામ કારને બદલવામાં આવશે. મુખ્યમંત્રીની જે કાર છે તે સંપુર્ણ રીતે બુલેટ પ્રુફ કાચથી સજ્જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિલ્વર રંગની કારને પોતાના કાફલામાં રાખી હતી. ત્યારબાદ તમામ મુખ્યમંત્રીના કાફલામાં સિલ્વર રંગની કાર જોવા મળી હતી. જોકે હાલમાં નવી ફોર્ચ્યુનરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે પણ સિલ્વર રંગની જ રાખવામાં આવી છે. સાથે જ આવનાર સમયમાં કાફલામાં તમામ ફોર્ચ્યુનર કારનો સમાવેશ થશે તે પણ સિલ્વર રંગની જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Tag: Gujarat CM Bhupendra Patel Convoy Changes
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








