Friday, April 17, 2026
HomeGujaratGir Somnathપૈસા કમાવા મ્યાનમાર પહોંચેલો યુવક ફસાઈ ગયો, ગુજરાત પોલીસ લાવી વતનમાં પરત

પૈસા કમાવા મ્યાનમાર પહોંચેલો યુવક ફસાઈ ગયો, ગુજરાત પોલીસ લાવી વતનમાં પરત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. તાલાલા: Talala youth rescued by Gir Somnath Police : દેશમાંથી વર્ષે લાખો લોકો વિદેશમાં પૈસા કમાવા માટે જતા હોય છે. જ્યારે કરોડો લોકો વિદેશ જવા માટે તલપાપડ હોય છે. પરંતુ ક્યારેક વિદેશ પૈસા કમાવા ગયેલા લોકો ખોટી વ્યક્તિ પાસે જઈ ભરાતા હોય છે. જેના કારણે વિદેશની ધરતી પર ખુબ ખરાબ સ્થિીતમાં મુકાઈ જતા હોય છે અને છુટવા માટે પૈસા પણ ચૂકવવા પડતા હોય છે. આવું જ ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના તાલાલા તાલુકાના એક યુવક (Talala Youth)સાથે થતા તે મ્યાનમારમાં (Maynmar) મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો અને મહામહેનતે ભારત પરત ફરી શક્યો છે.

Talala Youth Rescued from myanmar
Talala Youth Rescued from myanmar

મળતી વિગતો અનુસાર ગીર સોમનાથના તાલાલા તાલુકાના પીપળવા ગામમાં રહેતા જગમાલભાઈ બામરોટીયાનો પુત્ર નિરવ પૈસા કમાવા માટે અમદાવાદના એજન્ટ મારફતે દુબઈ નોકરી માટે ગયો હતો. જ્યાં ત્રણેક માસ નોકરી કરતા તેને થાઈલેન્ડ ખાતે વધારે પગારમાં નોકરી કરવા મોકલવાનું કહી મ્યાનમાર મોકલી દીધો હતો. મ્યાનમારના યાંગોન શહેરમાં પહોંચેલા નિરવને ફેંગયાન્ગ કંપની લિમીટેડમાં મોકલવામાં આવ્યો હતો. નિરવને આ કંપની ફ્રોડ કરતી હોય તેનો ખ્લાલ પડતા તેણે ત્યાં નોકરી કરવાની ના કહી ભારત પરત ફરવાનું સંચાલકોને જણાવ્યું હતું. ભારત પરત આવવાનું કહેતા કંપનીના સંચાલકોએ નિરવ સહિત તેની સાથે રહેલી અન્ય યુવતીઓને પણ યાંગોન શહેરમાં ગોંધી લેવામાં આવી હતી. નિરવને પોતે ફસાઈ ગયો હોવાની જાણ થતા તેણે તાલાલા સ્થિત પોતાના પરિવારને જાણ કરી સઘળી હકિકત જણાવી હતી.

- Advertisement -
Gir Somnath Youth Rescued
Gir Somnath Youth Rescued

મ્યાનમારમાં ફસાયેલા નિરવના પરિવારને ઘટનાની જાણ ગીર સોમનાથ પોલીસને કરતા પોલીસ તંત્રએ ગંભીરતા પૂર્વક યુવકને પરત ભારત લાવવા કામગીરી શરૂ કરી હતી. પોલીસે ઘટનાની જાણ તુરંત જ દેશના વિદેશ મંત્રાલય તેમજ ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટને કરી મદદ માગી હતી. સાથે જ નિરવને ગોંધી રાખ્યાની જાણ પોલીસે મ્યાનમાર પોલીસને પણ કરી હતી. મ્યાનમાર પોલીસ અને ઈમિગ્રેશન વિભાગે તુરંત નિરવને ગોંધી રાખેલ જગ્યાના સ્થળ પર પહોંચી હતી અને તેના સહિત ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડી ગઈ લીધા હતા.

રેસ્ક્યુ કરાયેલા નિરવને બાદમાં ગતરોજ તારીખ 19 ફેબ્રુઆરીના રોજ યાંગોન શહેરથી વિમાન મારફતે કલકત્તા થઈ અમદાવાદ લાવવામાં આવ્યો હતો. બાદમાં અમદાવાદથી નિરવને તાલાલાના પીપળવા ગામ ખાતે તેના નિવાસ સ્થાન પહોંચાડવામાં આવ્યો હતો. લાડકવાયો દિકરો હેમખેમ વતન પરત ફરતા પીપળવા ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. નિરવનું પરિવાર સાથે મિલન થતાની સાથે જ લાગણી સભર દૃષ્યો જોવા મળ્યા હતા.

TAG: Gir Somnath Police Talala youth rescued

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular