Sunday, April 19, 2026
HomeGujaratGandhinagarસચિવાલયમાં ચૂંટણી કમિશનરની પાર્ક કરેલી કારને ખાનગી કારે લીધી અડફેટ: ગાંધીનગર

સચિવાલયમાં ચૂંટણી કમિશનરની પાર્ક કરેલી કારને ખાનગી કારે લીધી અડફેટ: ગાંધીનગર

- Advertisement -

નવજીનવ ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar News: ગતરોજ બપોરના સમયે રાજ્યના ચૂંટણી કમિશનરની કારનો અકસ્માત (Car Accident) થયાના અહેવાલ મળી રહ્યા છે. મહત્વની વાત છે કે આ અકસ્માત બીજે કશે નહીં પરંતુ સચિવાલયની અંદર સ્વર્ણિમ સંકૂલ 1 પાસે થયો છે. જેના કારણે સચિવાલયના (Sachivalaya) પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ સદનસીબે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી. ત્યારે અહીં સવાલ એ પેદા થાય છે કે સચિવાલયના પટાંગણમાં જ પાર્ક કરેલી કાર કરેલી કાર અડફેટ લેવાતી હોય તો રાજ્યના અન્ય જાહેર માર્ગોની તો શું વાત કરવી.

ગતરોજ બપોરના સમયે રાજ્યના ચૂંટણી કમિશનર સંજય પ્રસાદની સરકારી ઈનોવા કાર સચિવાલયના પાર્કિંગમાં પાર્ક કરેલી હતી. દરમિયાન ખાનગી કાર ચાલકે આ કારને અડફેટ લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચૂંટણી કમિશનરની કારની આગળના ભાગમાં નુકસાન થયું હતું જ્યારે સામે ખાનગી કારમાં પણ નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાને પગલે ધડાકા જેવો અવાજ આવતા આસપાસ રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. મહત્વની વાત છે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની કે ઈજા થયા હોવાના અહેવાલ સામે આવ્યા નથી. સાથે જ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નોંધાઈ હોય તેવા અહેવાલ પણ હાલ સુધી મળ્યા નથી.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular