Tuesday, June 23, 2026
HomeGujaratભાજપ સામે ચૂંટણી પંચની 'તૌફા કુબુલ કરો' સ્ટાઈલઃ વિસાવદરમાં ઉમેદવારે મોદીને ટપાવે...

ભાજપ સામે ચૂંટણી પંચની ‘તૌફા કુબુલ કરો’ સ્ટાઈલઃ વિસાવદરમાં ઉમેદવારે મોદીને ટપાવે તેવું કામ કર્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.જુનાગઢઃ ગુજરાતમાં બે બેઠકો પર પેટાચૂંટણી છે. કડી અને વિસાવદરમાં આજે મતદારો પોતાના નેતાને ચૂંટશે. નેતાઓ પોતાના મત મેળવવા અવનવા કામ તો કરી જ ચૂક્યા છે પરંતુ ચૂંટણી પડઘમ શાંત થયા પછી પણ વિસાવદરમાં ચૂંટણી પ્રચાર પણ જોવા મળ્યો છે. જ્યાં આમ આદમી પાર્ટીના રાજૂ કરપડા દ્વારા ગઈકાલે જ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ત્યાં આજે મતદાનના દિવસે વિસાવદરના ભાજપના ઉમેદવારે સરા જાહેર એવી હકરતો કરી છે જે નોંધનીય બને છે.

વિસાવદરમાં ચૂંટણીનો માહોલ છે, આજે મતદારો પોતાના ધારાસભ્ય ચૂંટવા માટે મતદાન કરવાના છે ત્યાં વિસાવદર ભાજપના નેતા કિરીટ પટેલ દ્વારા નરેન્દ્ર મોદીને પણ ટપાવી નાખે તેવા કામ કર્યા છે. જ્યાં ચૂંટણીમાં મતદાન કરવા જતા નરેન્દ્ર મોદી રોડ શો કરી નાખે તો પણ બધું હવામાં ઓગળી જાય છે ત્યાં કિરીટ પટેલે તો લોકોની મેદનીને સાથે લઈને મતદાન મથકે જવાનું કામ કર્યું છે. એટલું જ નહીં પોતાના ઝભ્ભા પર કમળનું નીશાન લગાવીને મતદાન કર્યું છે.

- Advertisement -

આટલાથી ઓછું હોય તેમ જ્યાં એક સમયે નરેન્દ્ર મોદીએ જ્યારે બુથની બહાર 100 મીટરથી દૂર રહીને કમળના નિશાન સાથે સેલ્ફી લેતો ફોટો ખુબ વિવાદીત બન્યો હતો. જોકે 100 મીટરથી દૂર હોઈ અહીં નિયમ ના તૂટ્યો હોવાનું સામે આવ્યું હતું પરંતુ અહીં તસવીરોમાં આપ જોઈ શકો છો કે કિરીટ પટેલ દ્વારા ભાજપના કમળના લોગો સાથે બુથમાં મતદાન કરવામાં આવ્યું છે અને મતદાન મથકની બીલકુલ બહાર રહીને કમળને મોદીની જ સ્ટાઈલમાં પકડીને ફોટોગ્રાફી પણ કરાવી છે. આ તસવીરો સામે આવતા કોઈ પણ ચૂંટણી અધિકારીને એક્શન લેવા માટે પૂરતા પુરાવા મળે છે છતાં હજુ ચૂંટણી પંચ હુજુરની સામે તોફા કુબુલ કરો ભૂમિકામાં જોવા મળી રહ્યું છે. જોકે હમણાં જ બનેલી આ ઘટના મામલે ચૂંટણી પંચ આગામી સમયમાં પોતાના નખ કેટલા ધારદાર છે તે બતાવતા એક્શન લે તો ચૂંટણી પંચની કામગીરીની સરાહના પણ થઈ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, કે ચૂંટણી પંચ કોઈના દબાણ કે જી હુજુરી સાંખી લેશે નહીં.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular