નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ સ્માર્ટ ફોન્સમાં જેટલી સુવિધાઓ મળી રહી છે તેટલું જ રિસ્ક પણ વધી રહ્યું છે. સાયબર એટેકર્સ માટે કોઈ મોટો સ્કેમ કરી નાખવો હવે કોઈ મોટી વાત નથી, કારણ કે તે દરેકને તેના ફોન પર ટાર્ગેટ કરી શકે છે. ચાહે તે એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય કે પછી આઈફોન. એક નવો સ્કેમ તેમને ઝપેટમાં લઈ શકે છે.
હમણાં જ હનીટ્રેપ અને ડીજિટલ અરેસ્ટ જેવા નવા તુક્કા લગાવીને લાખો નહીં કરોડો લોકો પાસેથી ખંચેરી લેવામાં આવ્યા છે. સાયબર ફ્રોડની સામે સાયબર સિક્યુરિટી જ એક માત્ર હથિયાર છે એવું નથી પરંતુ ડિજિટલ ઉપકર્ણો વાપર લોકો પણ જો આ સ્કેમને લઈને જાગૃત રહે તો તે પણ એક સારો પડકાર બની શકે છે.
હાલમાં જ એક નવો સ્કેમ સામે આવ્યો છે જેને ડીએમવી સ્કેમ કહેવાય છે. તેને ડિએમવી સ્કેમ શા માટે કહેવાય છે? તે પણ જાણીશું પરંતુ પહેલા જાણી લો કે આ ખાસ પ્રકારનો ટેક્સ્ટ મેસેજ સ્કેમ છે જેમાં મેસેજ ફોન પર આવે છે. મીડિયા રિપોર્ટ્સને આધારે અમેરિકામાં ડીએમવી ટેક્સ્ટ સ્કેમ સાથે જોડાયેલા હુમલામાં આ જ મહિવનામાં 700 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેનું કનેક્શન ચીન સાથે કહેવાઈ રહ્યું છે એટલે કે હુમલાખોરો બીજા દેશોમાં પણ એક્ટિવ થઈ શકે છે. આમ તે ના માત્ર ભારત પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ સહિતના તમામ રાજ્યો માટે પણ જોખમી છે જ્યાં જ્યાં ફોન વપરાસકર્તાઓ છે. આવો તેના અંગે વિગતે જાણીએ…
શું છે ડીએમવી સ્કેમ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડીએમવી સ્કેમ, છેતરપીંડીની એવી રીત છે જેમાં વ્યક્તિના ફોનમાં એક ટેક્સ્ટ મેસેજ આવે છે. જે ટેક્સ્ટ મેસેજને સાચો બતાવવા માટે ઘણી વાર મેસેજમાં ‘.gov’ પણ લખેલું હોઈ શકે છે. જેનાથી એવું લાગે કે આ કોઈ સરકારી વિભાગ સાથે જોડાયેલો મેસેજ છે. મેસેજમાં લીંક્સ હોય છે જેના પર ક્લિક કરતા જ વ્યક્તિને ફિશિંગ વેબસાઈટ્સ પર રિડાયરેક્ટ કરવામાં આવે છે. ફોનમાં માલ્વેયર ઈંસ્ટોલના પ્રયત્ન પણ થઈ શકે છે. આવું કરીને વ્યક્તિના ક્રેડિટ કાર્ડ, ડેબીટ કાર્ડ કે નાણાકીય લેવડ-દેવડની વિગતો ચોરી લઈને જેના પર બીન જરૂરી ચાર્જીસ પણ લગાવી દેવાય છે. ધ્યાનમાં લેવાની વાત એ છે કે ડીએમવીનો મતલબ, ડિપાર્ટમેન્ટ ઓફ મોટર વિહીકલ છે, એટલે કે લોકોને ટ્રાફિક રુલ્સ તોડવાના સંબંધિત મેસેજ મોકલીને તેમને ફસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. અમેરિકી નાગરિકો તેના નિશાના પર છે, છતાં આપણે પણ સતર્ક રહેવું જરૂરી છે.
આ મેસેજ ક્યાંથી મોકલાઈ રહ્યો છે?
અમેરિકી નાગરિકોને મોકલવામાં આવી રહેલા ડીએમવી મેસેજનો સોર્સ ચીન સાથે હોવાનું કહેવાઈ રહ્યું છે. જૂન મહિનામાં આ પ્રકારના મેસેજ 700 ટકા વધી ગયા છે. એટલે કે વધુને વધુ લોકો નિશાના પર આવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમેરિકાના ઘણા શહેરો અને રાજ્યોમાં રહેતા લોકોને આ પ્રકારના મેસેજ આવી રહ્યા છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે કેટલા લોકો આ પ્રકારના સ્કેમનો શિકાર થઈ ગયા અને કેટલી રકમ તેમણે ગુમાવી છે.
ટીઓઆઈના રિપોર્ટ અનુસાર, એક એકલો હુમલાખોર પણ રોજ 20 લાખ સ્કેમ ટેક્સ્ટ મેસેજીસ મોકલી શકે છે. એટલે કે દર મહિને એક હુમલાખોર 6 કરોડ જેટલા લોકોને ટાર્ગેટ કરી શકે છે, જે મોટો આંકડો કહી શકાય છે. ભારતના સંદર્ભમાં આ જાણકારી મહત્વની એટલે છે કે ટેક્સ્ટ મેસેજ પર લિંક મોકલીને સ્કેમના પ્રયત્ન આપણે ત્યાં પણ થાય છે. ફક્ત પેટર્ન અલગ હોય છે. સાથે જ સ્કેમર્સ માટે શું અમેરિકા અને શું ભારત, તેમને નાણાંથી મતલબ હોય છે. આ પ્રકારના હુમલાઓથી બચવા માટે સટીક રસ્તા બધા માટે એક સમાન જ છે, તે છે સતર્ક રહો જાણકાર બનો. આ સ્કેમથી કેવી રીતે બચવું તેની પણ વાત કરી લઈએ.
એક્સપર્ટ્સનું કહેવું છે કે જે પણ ટેક્સ્ટ મેસેજ આપને અજાણ્યા લાગતા અને તેમાં શંકાસ્પદ લીંક હોય તે મેસેજને સીધી ક્લિક કરવાથી દૂર રહો. હાલ તો આ જ રસ્તો છે જે સ્કેમર્સથી પહેલા જ બચાવી લે છે. છતાં જો આવી કોઈ ભૂલ થઈ જાય છે અને ખાતામાંથી રકમ કપાય છે તો તુરંત બેન્કનો સંપર્ક કરો અને જો સાયબર એટેક હોવાનું જણાઈ આવે તો તુરંત પોલીસની મદદ લો. આ રીતે તમે સ્કેમ પહેલા અને સ્કેમની પછી પોતાની મદદ કરી શકો છો. કારણ કે એક વાર તમારી વિગતો પહોંચી ગયા પછી અને તમારા એકાઉન્ટમાંથી સફળતા પૂર્વક નાણાં ખેંચી લીધા પછી તે હુમલાખોર ફરી એટેક નહીં કરે તેની કોઈ સ્યોરિટી હોતી નથી. માટે જ અમે ફરી કહીશું કે સતર્ક રહો અને જાણકાર બનો…