Thursday, April 30, 2026
HomeGujarat૨૪ કલાકમાં ડાંગ-આહવા, કપરાડામાં ૯.૫ ઇંચ, સવારે ૬ થી ૧૦ સુધીમાં ઓલપાડ,...

૨૪ કલાકમાં ડાંગ-આહવા, કપરાડામાં ૯.૫ ઇંચ, સવારે ૬ થી ૧૦ સુધીમાં ઓલપાડ, ધરમપુર અને હાંસોટમાં ૩ ઇંચ વરસાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ:ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ આજે તા. ૧૯ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ એકંદરે ૧૧૩.૬૩ મિમિ એટલે કે ૧૨.૮૭ ટકા જેટલો નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના રિપોર્ટ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ડાંગ જિલ્લાના ડાંગ-આહવા તાલુકામાં સૌથી વધુ ૯.૮ ઇંચ અને વલસાડના કપરાડા તાલુકામાં ૯.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા ૨૪ કલાકમાં ડાંગના વઘઇ અને સુબીર તાલુકામાં ૭ ઇંચથી વધુ તેમજ વલસાડના ધરમપુર અને નવસારીના વાંસદા તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ અને તાપીના ડોલવણ તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, ગાંધીનગરના માણસા, દેહગામ અને ગાંધીનગર તાલુકામાં, ગીર સોમનાથના સુત્રાપાડા અને પાટણ-વેરાવળમાં, વલસાડના પારડી અને વાપીમાં, પંચમહાલના ગોધરા તથા નવસારીના ચિખલી તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

- Advertisement -

તદુપરાંત રાજ્યના ૧૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૩૭ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૮૯ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૨૭ જિલ્લાના ૧૬૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

SEOCના અહેવાલ મુજબ આજે સવારે ૬.૦૦ થી ૧૦:૦૦ કલાક સુધીમાં સુરતના ઓલપાડ, વલસાડના ધરમપૂર તેમજ ભરૂચના હાંસોટ તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભરૂચના વાલીયામાં તેમજ સુરતના ઉમરપાડા તાલુકામાં પણ ૨.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular