નવજીવન ન્યૂઝ.મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર મુશ્કેલીમાં જોવા મળી રહી છે. પહેલા રાજ્યસભા અને હવે એમએલસી ચૂંટણીમાં મળેલા આંચકા બાદ મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. મંત્રી અને શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે સાથે લગભગ 30થી વધુ બળવાખોર ધારાસભ્યોએ ભાજપ શાસિત ગુજરાતના સુરતમાં એક હોટલમાં પડાવ નાખ્યો છે. તેવામાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ સુરતમાં જ છે ત્યારે તેઓ આ મુદ્દા પર કોઈ મોટો દાવ ખેલી જાય અને ઉધ્ધવ ઠાકરે સરકારને મોટા સંકટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ અંગેના તારણો કાઢવામાં આવી રહ્યા છે.
જો કે, ચાલો જોઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાનું રાજકીય ગણિત શું કહે છે
મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 288 છે. એક ધારાસભ્યનું અવસાન થયું છે, તેથી હાલમાં માત્ર 287 સભ્યો છે. મતલબ કે વિશ્વાસ મતની સ્થિતિમાં વિધાનસભામાં બહુમત માટે 144 ધારાસભ્યોની જરૂર છે. શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડી સરકાર પાસે હાલમાં 152 ધારાસભ્યો છે. ગઠબંધન કેટલાક અપક્ષ ઉમેદવારોના સમર્થનનો પણ દાવો કરે છે. શિવસેના પાસે 56 ધારાસભ્યો છે. જેમાંથી 22 ધારાસભ્યો સુરતની હોટલમાં છુપાયા છે. જો મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં આ ધારાસભ્યો રાજીનામું આપે તો શિવસેનાની સંખ્યા ઘટીને 34 થઈ જાય છે.
સંજય રાઉતના સી આર પાટીલ પર આરોપોઃ ‘વ્યવસ્થા પાટીલે કરી છે’
આ સાથે ગૃહમાં મહાવિકાસ આઘાડીની સંખ્યા ઘટીને 130 થઈ જશે. 22 ધારાસભ્યોના રાજીનામા સાથે ગૃહમાં બહુમતનો નવો આંકડો 133 થઈ જશે. ભાજપ હવે દાવો કરી રહ્યું છે કે તેની પાસે 135 ધારાસભ્યો છે, જે બહુમતીના આંકડા કરતા બે વધુ છે, પરંતુ જો શિવસેનાના આ 22 ધારાસભ્યો સત્તા બદલવાનો પ્રયાસ કરશે તો તેમણે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ રાજીનામું આપવું પડશે અને પેટાચૂંટણીમાં ફરીથી ચૂંટાઈ આવશે. જોકે આ બધા ઘટના ક્રમ વચ્ચે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પર સરકાર તોડવાનો આરોપ ખુદ સંજય રાઉતે લગાવ્યા છે. સુરતની હોટલમાં ધારાસભ્યોને રાખવાની વ્યવસ્થા ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે જ કરી છે. તેઓ કેમ ગુજરાતમાં જ છે અને સુરતમાં છે કારણ કે ત્યાં સી આર પાટીલનું વર્ચસ્વ છે. જોકે તેમના આ દાવામાં કેટલો દમ છે તેની જાણકારી રાજકીય પંડીતો સહિત રાજકારણના આટાપાટાના ગણિત કરનારા તમામને છે. શિદેનું કહેવું છે કે અમે બાળાસાહેબના પાક્કા સૈનિક છીએ. બાળાસાહેબે અમને હિન્દુત્વ સિખવાડ્યું છે. બાળાસાહેબના વિચારો અને ધર્મવીર આંનંદ દીધે સાહેબની શિખાઓ અંગે સત્તાના માટે અમે ક્યારેય દગો કર્યો નથી અને ન કરીશું
आम्ही बाळासाहेबांचे कट्टर शिवसैनिक आहोत… बाळासाहेबांनी आम्हाला हिंदुत्वाची शिकवण दिली आहे.. बाळासाहेबांचे विचार आणि धर्मवीर आनंद दिघे साहेबांची शिकवण यांच्याबाबत आम्ही सत्तेसाठी कधीही प्रतारणा केली नाही आणि करणार नाही
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 21, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











