Thursday, September 3, 2026
HomeGeneralસુરતની હોટલમાં શિવસેનાના નેતાઓને મળવા પહોંચ્યા BJP નેતા, શિવસેનાએ લીધા કડક પગલા

સુરતની હોટલમાં શિવસેનાના નેતાઓને મળવા પહોંચ્યા BJP નેતા, શિવસેનાએ લીધા કડક પગલા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ મહારાષ્ટ્રના રાજકારણમાં આજે સવારથી જ નવા-જુનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. સુરતની ફાઇવ સ્ટાર હોટલમાં મહારાષ્ટ્ર સરકારના નારાજ કેબિનેટ મંત્રી એકનાથ શિંદે તેમના સમર્થકો સાથે ધામા નાખ્યા છે. ત્યારે ચર્ચા ચાલી હતી કે ઉદ્ધવ ઠાકરે તેમના અન્ય નેતાઓને નારાજ નેતાઓને મનાવવા માટે મોકલશે પરંતુ તેનાથી બિલકુલ વિરુદ્ધ ઘટના બની છે. ઉદ્ધવ ઠાકરએ એકનાથ શિંદે સામે આકરા પગલાં લીધા છે.



ઉદ્ધવ ઠાકરે પક્ષ સાથે દગો કરનાર મંત્રી સામે પગલાં લીધા છે. એકનાથ શિદેને વિધાયક દળના નેતાના પદેથી હટાવી દીધા છે. જ્યારે તેમની જગ્યાએ અજય ચૌધરીને વિધાયક દળના નેતા તરીકે મૂકવામાં આવ્યા છે. ઉપરાંત આજે શિવસેનાના ધારાસભ્ય સુરતમાં આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેના નિવસ્થાને ઈમરજન્સી મિટિંગ બોલાવવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેની ધારાસભ્યો સાથેની આ ઘટનાક્રમ પછીની બેઠકમાં માત્ર 18 જ ધારાસભ્યોની હાજરી હોવાની વિગોત મળી હતી. બાકીના ધારાસભ્યો કેમ ગેરહાજર છે તે મોટો સવાલ છે. જો કે શિવસેનાએ બેઠકમાં 35 ધારાસભ્યોની હાજરી હોવાનો દાવો કર્યો છે.

સુરતમાં રોકાયેલા શિવસેનાના ધારાસભ્યોને મળવા માટે હાલ ભાજપના એક નેતા લક્સુરિયસ કારમાં આવી પહોંચ્યા છે. જલગાંવના ધારાસભ્ય ડો. સંજય કુટે સુરતની હોટલમાં આવી પહોંચ્યા છે. હાલ એકનાથ શિંદે, શિવસેનાના ધારાસભ્યો અને ભાજપના ધારાસભ્ય ડો. સંજય કુટે વચ્ચે મિટિંગ ચાલી રહી છે. ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસ પણ સુરત આવી શકે તવી ચર્ચાએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્રના ભાજપના 105 ધારાસભ્યને અમદાવાદમાં લાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી હોવાની વિગતો સામે આવી છે. સાણંદ પાસેની બે હોટલમાં આ તમામ ધારાસભ્યને લાવવાની ચર્ચાએ ચાલી રહી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular