Thursday, May 28, 2026
HomeNationalED કેરળના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે ત્રાટકી, પુત્રીની કંપની સંબંધિત મામલામાં...

ED કેરળના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે ત્રાટકી, પુત્રીની કંપની સંબંધિત મામલામાં દરોડો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ડેસ્ક : કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટની ટીમો (ED Raid Pinarayi Vijayan) ત્રાટકી છે. EDના મેગા એક્શન પાછળનું કારણ Ex CM પિનરાઈ વિજયનની પુત્રી વીણાની આઈટી કંપની સાથે જોડાયેલો કથિત મની લોન્ડરિંગ કેસ છે. અત્રે નોંધનીય છે કે, કેરળ વિધાનસભા ચૂંટણી-2026નું ચોથી મેએ પરિણામ જાહેર થાય તે પહેલાં જ રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પોતાના સોશિયલ મીડિયા બાયોમાંથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવી દેતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.

આજે સવારથી જ EDની જુદીજુદી ટીમો પૂર્વ મુખ્યપ્રધાન સાથે જોડાયેલા નિવાસસ્થાન સહિતના દસેક જેટલાં સ્થળોએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. પિનરાઈ વિજયનની પુત્રી વીણાની કંપની અન કોચિન મિનરલ્સ એન્ડ રૂટાઈલ લિમિટેડ (CMRL) વચ્ચે થયેલાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસનો એક ભાગ છે. ગઈકાલે મંગળવારે કેરળ હાઇકોર્ટે (Kerala High Court) EDની મની લોન્ડરિંગ તપાસ પર સ્ટે આપવાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. હાઇકોર્ટ તરફથી લીલી ઝંડી મળતાં ED એ આજે સવારથી દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. વર્ષ 2019માં CMRL કંપની પર પડેલી IT Raid ની તપાસમાં સામે આવ્યું હતું કે, Cochin Minerals and Rutile Limited એ 2017 થી 2019 દરમિયાન વીણા વિજયનની કંપની એક્સાલૉજિક સોલ્યુશન્સને 1.72 કરોડ ચૂકવ્યા હતા. આરોપ હતો કે, કોઈપણ સોફ્ટવેર કે આઈટી સર્વિસ આપ્યા વિના કંપનીએ ખર્ચ બતાવ્યો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular