નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat News : મોટા ભાગે ચોરી, લૂંટ કે હત્યા જેવા ગુનામાં પોલીસ ડોગ સ્કવોડની (Dog Squad) મદદ લેતી હોય છે. પરંતું સુરત પોલીસ હવે એક ડગલું આગળ આવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નશીલા પદાર્થનો વેપાર ધમધમી રહ્યો છે. જોકે પોલીસ આવા પેડલર્સ (Peddlers) પર ચાંપતી નજર રાખીને ઝડપી પાડતા હોય છે. તેમ છતાં પણ અવનવી રીતે રાજ્યમાં નશીલા પદાર્થો ઘુસાડવામાં આવતા હોય છે. ત્યારે સુરત પોલીસ (Surat Police) દ્વારા નશીલા પદાર્થોના (Narcotic) કારોબારોનો પર્દાફાશ કરવા માટે ખાસ પ્રકારની તાલીમ લીધેલા ડોગને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ પકડવા માટે એક નવી પહેલની સુરત સીટી અભિયાન હેઠળ શરૂઆત કરવામાં આવી છે. સુરત પોલીસ ડ્રગ્સ સામે ઝુંબેળ ઊપાડીને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ડ્રગ્સ, મેપા કેટામાઈન, હેરોઈન, ચરસ અને ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ દ્વારા સતત ચાંપતી નજર હોવા છતાં પણ શહેરમાં ડ્રગ્સ ઘુસાડવામાં પેડલરો ઘણી વખત સફળ થતાં હોય છે. ત્યારે આવા પેડલરો પર પોલીસની સાથે ડોગ પણ નજર રાખશે.
પોલીસ દ્વારા ખાસ પ્રકારની ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવેલા આ ડોગ શહેરના પ્રવેશદ્વાર સહિતના જાહેર સ્થળો પર પોલીસની સાથે ફરજ પર હાજર રહેશે. શહેરમાં કોઈ શંકાસ્પદ વાહન આવતું હોય ત્યારે તેની પોલીસ દ્વારા તલાસી લેવામાં આવી હોય છે. તેમ છતાં ચોરી છુપીથી ડ્રગ પેડલર્સ ડ્રગ્સને શહેરમાં ઘુસાડી દેતા હોય છે. ત્યારે આ ડોગ સંતાડેલા ડ્રગ્સને શોધી કાઢવા માટે મદદ રૂપ થશે. પોલીસ દ્વારા ખાસ તાલીમ આપીને તૈયાર કરવામાં આવેલા ડોગ બીગલ બ્રીડના છે. આ ડોગને નશીલા પદાર્થને શોધવા માટે તાલીમ આપવામાં આવી છે. આ ડોગની ખાસીયત છે કે તે સ્મેલથી જ નશીલા પદર્થો ઝડપી પાડે છે. સુરત પોલીસમાં કુલ 6 ડોગ પોલીસની સાથે ગુનેગારોને શોધવામાં મદદ કરે છે, પાંચ ડોગ પોલીસ સાથે વિવિધ ગુનામાં કામગીરી કરશે, જ્યારે છઠ્ઠો બીગલ ડોગ નશીલા પદાર્થોને શોધવાની કામગીરીમાં પોલીસ સાથે જોડાશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796