નવજીવન ન્યૂઝ. વડોદરા: હાલ ટેક્નોલોજીના યુગમાં મોટા ભાગના લોકો સોશિયલ મીડિયામાં ટાઈમ પસાર કરતા હોય છે. તેમાં પણ યુવાનો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં રહેવા માટે રિલ્સ અને ફોટા મુકવામાં વ્યસ્ત હોય છે. ત્યારે વડોદરાનો (Vadodara) એક વિદ્યાર્થી (Student) ટેક્નોલોજીની મદદથી ધોરણ-10માં (Class 10th result) સારા માર્ક મેળવી પરિક્ષામાં પાસ થયો છે. વડોદરાના વિદ્યાર્થીએ વગર ટ્યુશનએ માત્ર યુ-ટ્યુબ પર વીડિયો (Youtube Video) જોઈને ધોરણ-10નો અભ્યાસ કરી ટેકનોલોજીનો સદઉપયોગ કરીને સારા માર્ક મેળવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરામાં બરોડા હાઈસ્કૂલ જૂનિયર 2ના ધૃપતસિંહ પરમાર નામના વિદ્યાર્થીએ ટયુશન ક્લાસીસ કર્યા વિના, ટેક્નોલોજીના સહારે યુ-ટ્યુબ પર ઘોરણ-10 બોર્ડની તૈયારી કરી હતી. વિદ્યાર્થીએ યુટ્યુબના સહારે સાયન્સમાં 99.8 માર્ક અને મેથ્સમાં 99.7 માર્કે મેળ્યવ્યા છે. વિદ્યાર્થી ટ્યુશન ક્લાસીસ વગર માત્ર યુ-ટ્યુબથી સારા માર્ક લાવતા ટેકનોલોજીનો સદઉપયોગ પણ થાય તે સાબિત કરી બતાવ્યું છે.
ધોરણ-10માં સારા માર્ક મેળવનારા ધૃવતસિંહ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધોરણ-9 બાદ વેકેશન પડતા યુ-ટ્યુબ જોવાનું શરૂ કરી દીધુ હતું, ત્યારબાદ ખબર પડી કે ટ્યુશન ક્લાસીસ જવા કરતાં સેલ્ફ સ્ટડીમાં વધારે આગળ વધી શકાય છે, જેથી યુ-ટ્યુબ પર અભ્યાસ કરવા માટે વધારે ધ્યાન આપવા લાગ્યો, રાત્રે 3 વાગ્યે ઊઠીને મોબાઈલમાં યુ-ટ્યુબ પરથી લેક્ચર જોતો હતો. આપણને ઉપયોગી તમામ વસ્તુઓ યુ-ટ્યુબ પર મળી રહે છે, બસ આપણને શોધતા આવડવી જોઈએ. ધૃપતસિંહના પિતાએ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, રાત્રે 3 વાગ્યે ફ્રી ડેટા મળતો હોવાથી તેનો સદઉપયોગ કરી મારા પુત્રએ સારો સ્કોર મેળવ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796