નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) હાટકેશ્વર બ્રિજના (Hatkeshwar Bridge) આરોપીઓ સામે હવે પોલીસ તંત્રએ ધરપકડનો તખ્તો ઘડી લીધો છે. આરોપીઓએ સેન્શનકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ બાદ સુપ્રિમ કોર્ટે (Supreme Court) સુધી આગોતરા જામીન અરજી કરી હતી. જોકે સુપ્રિમ કોર્ટે આકરા વલણ સાથે આરોપીઓની અરજી ફગાવી દીધી છે. તેમજમાં સુનાવણી કરતા ટાંક્યું હતું કે, હલકી ગુણવત્તાવાળા કામ કરનારાઓને જામીન ન આપી શકાય, આ લોકોના જીવન-મરણનો પ્રશ્ન છે.
અમદાવાદના કાંકરિયા અને હાટેકશ્વરને જોડતો છત્રપતિ શિવાજી બ્રિજ 42 કરોડ ખર્ચે બનાવામાં આવ્યો હતો. પાંચ વર્ષમાં બે વખત બ્રિજ પર ગાબડા પડી જતા બ્રિજની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા અને સમ્રગ મામલે વિપક્ષે ભ્રષ્ટચારાના આક્ષેપ કરીને બ્રિજની તપાસની માગણી કરી હતી. ત્યાર બાદ બ્રિજમાં વપરાયેલા મટિરિયલને તપાસ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યું હતું. જ્યાં હલકી ગુણવત્તાનો માલસમાન વપરાયો હોવાનું સામે આવ્યું હતું અને બ્રિજનું આયુષ્ય લાંબુ ન હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે (ahmedabad municipal commissioner) રચેલી કમિટીએ બ્રિજ ઉતારી લેવા રિપોર્ટમાં જણાવ્યું હતું. ત્યાર બાદ કોર્પોરેશને હાટકેશ્વર બ્રિજને ઉતારી લેવાનો નિર્ણય કર્યો હતો અને બ્રિજનું બાંધકામ કરનારી મહેસાણાની અજય ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીના સંચાલક અને ડિરેકટર સામે તંત્રએ ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં આરોપી અજય ઈન્ફ્રાસ્ટ્રકચરના માલિક રમેશ પટેલ, ડિરેક્ટર્સ રસિક પટેલ, ચિરાગ પટેલ, કલ્પેશ પટેલ સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મુખ્ય ચાર લોકો દ્વારા ધરપકડથી બચવા સૌ પ્રથમ આરોપીઓએ અમદાવાદ સેન્શન કોર્ટેમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જે અરજી કોર્ટે સુનાવણી કરતા ફગાવી દીધી હતી. ત્યાર બાદ આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટે લોકોના જીવને જોખમ મૂકીને કામગીરી કરવામાં આવી હોવાથી આરોપીને જામીન આપી શકાય નહી તેવા આકરા શબ્દોમાં આગોતરા જામીન અરજી ફગાવી હતી.
ત્યાર બાદ ધરપકડથી બચવા આરોપીઓએ સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને આગોતરા જામીન માટે અરજી કરી હતી. જ્યાં સુપ્રમિકોર્ટ સુનાવણી કહ્યું હતું કે, કંપનીએ 50 વર્ષ માટે બ્રિજની ગેરંટી આપી હતી. પરંતુ બ્રિજ બન્યાના 5 વર્ષ બાદ જ બ્રિજની હાલત કફોડી બની હતી. ત્યારબાદ તંત્ર દ્વારા બ્રિજ બંધ કરી રિપોર્ટ કરવામાં આવતા ચોકાંવનારા ખુલાસા થયા હતા અને બ્રિજની ઉતારી લેવાની તંત્રએ જાહેરાત કરી હતી. તેમજ કંપનીને બ્લેક લિસ્ટ કરી જે તે જવાબદાર વ્યકિતઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796