Saturday, May 23, 2026
HomeNationalબિલ્કીસ બાનોના ગુનેગારોને માફીનો મામલો, એક દોષિત ગુમ થવા પર સુપ્રીમ કોર્ટમાં...

બિલ્કીસ બાનોના ગુનેગારોને માફીનો મામલો, એક દોષિત ગુમ થવા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ Bilkis Bano case Hearing: બિલ્કીસ બાનો બળાત્કાર કેસમાં દોષિતોની મુક્તિના મામલામાં સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) મંગળવારે સુનાવણી સ્થગિત કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી એક દોષિતના ગુમ થવાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. કોર્ટે બે ગુજરાતી અખબારોમાં દોષિત માટે જાહેર નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ‘જો દોષિતો કોર્ટની કાર્યવાહીમાં સામેલ નહીં થાય, તો એકસ-પાર્ટી કાર્યવાહી કરવામાં આવશે.’ હવે આ મામલે આગામી સુનાવણી 11 જુલાઈએ થશે.

બિલ્કીસ બાનોના દોષિતોમાંના એક પ્રદીપ આર મોડ્યાને કોર્ટની નોટિસ આપવામાં આવી ન હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે ઘરે નથી અને તેનો ફોન પણ બંધ છે. જેના કારણે સુપ્રીમ કોર્ટે અખબારમાં જાહેર માહિતી પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો છે. બિલ્કીસના ગુનેગારોની અકાળે મુક્તિને પડકારતી અરજી પર 27 માર્ચે સુપ્રીમ કોર્ટે ગુનેગારોને નોટિસ જારી કરી હતી. 11 દોષિતોમાંથી એકને હજુ સુધી નોટિસ આપવામાં આવી નથી. આ દરમિયાન જસ્ટિસ કે. એમ. જોસેફે કહ્યું કે, “એક વ્યક્તિ સમગ્ર કોર્ટની કાર્યવાહીને અટકાવી રહ્યો છે.”

- Advertisement -

ગત સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી. જસ્ટિસ કે. એમ. જોસેફે કહ્યું કે, “તમે નથી ઈચ્છતા કે બેંચ આ મામલાની સુનાવણી કરે.” જસ્ટિસ જોસેફે કહ્યું કે, “હું 16 જૂને નિવૃત્ત થઈશ. તે સમય દરમિયાન હું રજા પર હોઈશ, તેથી મારો છેલ્લો કામકાજનો દિવસ 19મી મે છે. અમે સ્પષ્ટતા કરી હતી કે આ મામલે સમાધાન માટે સુનાવણી કરવામાં આવશે. તમે કેસ જીતી શકો છો અથવા હારી શકો છો, પરંતુ કોર્ટ પ્રત્યેની તમારી ફરજ ભૂલશો નહીં.” આ પછી, કેન્દ્ર-ગુજરાત સરકાર 11 દોષિતોની મુક્તિ સંબંધિત ફાઈલો કોર્ટમાં રજૂ કરવા સંમત થઈ હતી.

તે જ સમયે, કેન્દ્ર અને ગુજરાત સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા વકીલે બિલ્કીસ બાનોની અરજીને નકલી ગણાવી હતી અને કહ્યું હતું કે, “તેણીએ સોગંદનામામાં ખોટું કહ્યું છે.” સરકારના વકીલે જણાવ્યું હતું કે, “છૂટા કરાયેલા 11 દોષિતોમાંથી કેટલાકને બિલ્કીસ દ્વારા નોટિસ આપવામાં આવી ન હતી. આ પછી પણ બિલ્કીસે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું કે, તમામ દોષિતોને નોટિસ આપવામાં આવી છે. આ માટે બિલ્કીસ બાનો સામે કાર્યવાહી થવી જોઈએ.” બાનો વતી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ શોભા ગુપ્તાએ આનો જવાબ આપ્યો હતો. મેં તમામ ગુનેગારોને મેઇલ પર નોટિસ મોકલી હતી.

બિલ્કિસે તેની અરજીમાં ગુજરાત સરકાર પર તેના કેસમાં દોષિતોને સમય પહેલા મુક્ત કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે 11 દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular