નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ હવે દેશભરના સેન્ટ્રલ યુનિવર્સિટીઝમાં એક જ એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા યૂજી કોર્સીસમાં દાખલો લઈ શકાશે, એટલે કે અલગ અલગ એન્ટ્રેન્સ એક્ઝામ આપવાની જરૂર નહીં પડે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ સોમવારે દેશના તમામ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (સીયુનેટ)ના દ્વારા યુજી કોર્સિસમાં એડમિશનનું એલાન કર્યું છે. આ નિયમ દેશભરના તમામ 45 કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોમાં આગામી એકેડેમિક સત્ર 2022-23થી લાગુ થશે. આ નવો નિયમ ફક્ત સેન્ટ્રલ યુનિવર્સિટીઝના માટે અનિવાર્ય કર્યું પરંતુ ખાનગી યુનિવર્સિટીઝ સહિત અન્ય સંસ્થાઓ તેને અપનાવી શકે છે. યુજીસીના આ એલાન પછી વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે જેની જાણકારી અહીં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
સૌથી પહેલા આપણે જાણીએ આ કોમન એન્ટ્રન્સની જરૂર શું છે તો, આ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને ઘણી બધી એક્ઝામ્સની તૈયારી કરવાના તણાવથી નહીં પસાર થવું પડે. તેનાથી તે પોતાની ઉચ્ચ શિક્ષણને ચાલુ રાખી શકશે. આ પહેલા પણ આવા પ્રયત્નો કરાઈ ચુક્યા છે. અંદાજે 12 વર્ષ પહેલા 2010માં સેન્ટ્રલ યુનિવર્સિટીઝ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (સીયુસેટ) શરૂ કરવામાં આવી હતી પરંતુ તેમાં ગત વર્ષ સુધી ફક્ત 14 સેન્ટ્રલ યુનિવર્સિટીઝ જ જોડાઈ શકી પણ હવે આગામી સત્રથી તમામ 45 કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના માટે એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટને અનિવાર્ય કરવામાં આવી રહી છે. યુજીસીનું આ એલાન નવી શિક્ષા નીતિનું એલાન કર્યા પછી થયું છે જેમાં યુનિવર્સિટીમાં એડમિશન માટે એન્ટ્રન્સ ટેસ્ટની વકાલત કરવામાં આવી છે.
કયા પ્રકારની હશે આ પરીક્ષા, તો ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, યુજીસી ચેરમેને જાહેર કર્યું છે કે સીયુઈટી સાડા ત્રણ કલાકની હશે અને તેમાં એનસીઈઆરટી પાઠ્યપુસ્તકોની સામગ્રીના આધારે બહુવિધ પસંદગીના પ્રશ્નો હશે. સીયુઈટી ત્રણ ભાગોમાં લેવામાં આવશે જેમાં ભાષા કસોટી, 27 ડોમેન સ્પેસિફિક ટેસ્ટ અને એક જનરલ એપ્ટીટ્યુડ ટેસ્ટનો સમાવેશ થાય છે.
– પ્રથમ ભાગમાં, ઉમેદવારો તેમની પસંદગી અનુસાર ભાષાની પરીક્ષા આપી શકશે. ઉમેદવારે 13 ભાષાઓમાંથી કોઈપણ એક પસંદ કરવાની રહેશે અને તેમાં રીડિંગ કોમ્પ્રીહેન્સન, વોકેબ્યુલરી, સમાનાર્થી અને વિરોધી શબ્દો જેવા પ્રશ્નો પૂછવામાં આવશે.
– બીજા ભાગમાં, ઉમેદવારના ડોમેન-વિશિષ્ટ જ્ઞાનની ચકાસણી કરવામાં આવશે. આમાં 27 ડોમેન્સ છે અને ઉમેદવારે ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ 6 ડોમેન્સ પસંદ કરવાના રહેશે.
– સીયુઈટીના ત્રીજા ભાગમાં કરંટ અફેર્સ, જનરલ નોલેજ, જનરલ મેન્ટલ એબિલિટી, મેથેમેટિકલ એબિલિટી, ધોરણ 8 સુધી ક્વોન્ટિટેટિવ રિઝનિંગ, લોજિકલ અને એનાલિટિકલ રિઝનિંગને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. જો કે, આ કસોટી ત્યારે જ આપવામાં આવશે જ્યારે તે યુનિવર્સિટી અને ઉમેદવારની પસંદગીના કાર્યક્રમમાં માંગવામાં આવશે.
12માના અંકોને કોઈ મહામ્ય મળશે કે કેમ, તે પ્રશ્ન તમને જરૂર થયો હશે, તો ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, એક સરકારી અધિકારીએ જણાવ્યું કે તમામ બોર્ડની માર્કિંગ પદ્ધતિ અલગ-અલગ હોય છે, તેથી સરકારે નિર્ણય લીધો છે કે 12મા બોર્ડની પરીક્ષામાં મેળવેલા માર્કસને યુજી કોર્સમાં પ્રવેશ માટે આધાર બનાવવામાં આવશે નહીં. જો કે, યુનિવર્સિટી અથવા તેની સંલગ્ન કોલેજ બોર્ડ પ્રવેશ માટે લઘુત્તમ પાત્રતા માપદંડ નક્કી કરી શકે છે. સીયુએટ ઉપરાંત, યુનિવર્સિટીઓને સંગીત, પેઇન્ટિંગ, શિલ્પ અને થિયેટર જેવા કૌશલ્ય આધારિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ અથવા ઇન્ટરવ્યુ લેવાની પણ પરવાનગી આપવામાં આવી છે.
આ તરફ સરકારે ફક્ત યુજી કોર્સિસ માટે જ કોમન ટેસ્ટને ફરજિયાત કરી છે, જોકે યુનિવર્સિટીઝ પીજી કોર્સિસ માટે પણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અપનાવી શકે છે અથવા પોતાના ખુદની એડમીશન પ્રોસેસ ચાલુ રાખી શકે છે.
સીયુનેટ એક કોમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટ છે જેને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) જુલાઈના પહેલા અઠવાડિયામાં આયોજીત કરશે. ઈન્ડિયન એક્સપ્રેસ મુજબ આ ટેસ્ટ બે શિફટમાં અને 13 ભાષાઓ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડ, ઉર્દૂ, મલયાલન, અસમિયા, બંગાળી, પંજાબી, ઓડિયા જેવી ભાષાઓમાં આયોજીત થશે. આ એક્ઝામના માટે એપ્લિકેશન વિંડો એપ્રિલના પહેલા અઠવાડિયામાં ખુલશે. ટેસ્ટ એક જ હશે પરંતુ તે સ્કોર આધાર પર પ્રવેશના માટે કોમન કાઉંસિલિંગ હાલ નહીં થાય પણ યુજીસી પ્રમુખ એમ જગદીશ કુમારે ભવિષ્યમાં તેની સંભાવનાથી ઈન્કાર કર્યો નથી.
![]() |
![]() |
![]() |











