નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં વધી રહેલા ચેનસ્નેચિંગના કિસ્સાઓ વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે આંતરરાજ્ય ચેઇન સ્નેચર ઝડપાયો છે. આ આરોપી ગુજરાત, હૈદરબાદ અને બેંગલોરમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતો હતો. આરોપી અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો ત્યાર બાદ નારોલ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી સ્કવોડ 1ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી.બારોટને બાતમી મળી હતી કે નારોલ પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો આરોપી ઉમેશ ખટીક નંબર વગરની એક્ટીવા લઈને એસ.જી.હાઈવે તરફથી પારસનગર જવાનો છે. બાતમીના આધારે તપાસ કરતાં જગ્યા પરથી ઉમેશ ખટીક મળી આવ્યો હતો.
હોળીસ પૂછપરછમાં સામે આવ્યુ છે કે, પોલીસ જાપ્તા માંથી ફરાર થયા બાદ ચોરી છુપીથી 15 દિવસ રાજસ્થાન જતો રહ્યો હતો. થોડા સમય બાદ પાછો અડાલજ પરત ફર્યો હતો. જ્યા શૌચાલય અને હોસ્પીટલમાં રહી ફ્રેસ થતો હતો. તે દરમિયાન ગાંધીનગર સિવીલના કમ્પાઉન્ડમાંથી એક્ટીવાની ચોરી કરી હતી. ત્યાર બાદ પોતાનું કામ પતાવીને કલોલ બસ સ્ટેન્ડ પર એક્ટીવા મુકીને રાજસ્થાન જતો રહેતો હતો. આરોપીએ અમદાવાદ, સુરત, બેંગ્લોર, હૈદરાબાદમાં અનેક ચોરીને અંજામ આપી ચુક્યો છે.
![]() |
![]() |
![]() |











