Tuesday, April 21, 2026
HomeNationalલંડનમાં ભારતીય હાઈકમિશન બહાર પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે નોંધ્યો ગુનો

લંડનમાં ભારતીય હાઈકમિશન બહાર પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે નોંધ્યો ગુનો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: લંડનમાં ભારતીય હાઈકમિશન (Indian High Commission in London) સામે પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે (Delhi Police) ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહત્વની વાત છે કે કેન્દ્રિય ગૃહ વિભાગે આ મામલે દિલ્હી પોલીસને નિર્દેશ આપ્યા હતા. જાણકારી મુજબ IPC, UAPA અને PDPP હેઠળ ગુનો નોંધી સ્પેશિયલ સેલની રચના કરી તપાસ હાથ ધરી છે. આ મામલામાં કેટલાક ભારતીય નાગરિકો સંલિપ્ત હોવાના કારણે આ મામલાની તાપસ હાથ ધરવામાં આવી છે. વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) તરફથી રિપોર્ટ મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનયી છે કે 19 માર્ચના રોજ લંડનમાં ભારતીય હાઈકમિશન સામે પ્રદર્શન થયું હતું. રવિવારના રોજ થયેલા પ્રદર્શન બાબતે ભારતે દિલ્હીમાં સૌથી વરિષ્ઠ બ્રિટિશ રાજનાયીકને પણ જાણકારી આપી હતી અને ખાલિસ્તાન સમર્થક અલગાવવાદી તત્વો દ્વારા લંડનમાં ભારતીય હાઈકમિશન પરના ભારતના ધ્વજને ઉતારવાના પ્રયાસ કર્યાના વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થાની ગેરહાજરી મામલે સ્પષ્ટીકરણ માગ્યુ હતું.

- Advertisement -

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારતને બ્રિટનમાં ભારતીય રાજનાયીક પરિસરો અને કર્મચારીઓની સુરક્ષાને લઈ બ્રિટન સરકારની ક્ષતિ જોવા મળી છે, જે અસ્વિકાર્ય છે. સાથે જ વિદેસ મંત્રાલયે કહ્યું હતું કે બ્રિટન તરફથી સુરક્ષા વ્યવસ્થાની ગેરહાજરી મામલે સ્પષ્ટીકરણની માગણી કરવામાં આવી છે, જેના કારણે આ તત્વો હાઈકમિશનના પરિસરમાં પ્રવેશ થયા હતા. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે રાજનાયીકને વિયેના સંધી હેઠલ બ્રિટન સરકારને પાયાના દાયિત્વ પણ યાદ કરાવવામાં આવ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular