Tuesday, April 21, 2026
HomeBusinessકૃષિ કોમોડિટીમાં લેણ ફૂંકાઈ રહ્યા છે ત્યારે મકાઈમાં સુધારાની જ્ગ્યા છે

કૃષિ કોમોડિટીમાં લેણ ફૂંકાઈ રહ્યા છે ત્યારે મકાઈમાં સુધારાની જ્ગ્યા છે

- Advertisement -

ભારતમાં ચોખાનું ઉત્પાદન ૧૦થી ૩૦ ટકા અને મકાઈનું ૨૫થી ૭૦ ટકા ઘટી શકે
આઇજીસીએ જાગતિક મકાઇ ઉત્પાદન અંદાજ ૧.૨૦૨ અબજ ટન મૂક્યો

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ગતભરની નાણાં કટોકટીની ચિંતા વચ્ચે કૃષિ કોમોડિટી (Agri Commodities) બજારમાં તેજીવાળા ફંડો અને નાણાં સંસ્થાઓ તેમના લેણ ફૂંકી રહ્યા છે, ત્યારે માત્ર મકાઇમાં (Corn) થોડા સુધારાની જ્ગ્યા છે. ગત સપ્તાહે અમેરિકન નાણાકીય પરિસ્થિતિની વ્યાપક અસર કોમોડિટી બજારે જોઈ. ગુરુવારે સીબીઓટી મકાઇ મે વાયદો વધીને ૬.૩૬ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૪૦૧૨ કિલો)ની ઊંચાઇએ પહોચ્યો હતો. નિકાસબજારમાં બ્રાઝિલની ગેરહાજરી અને આર્જેંટીનામાં પાક નબળો પડવાની ભીતિ, આ વૃધ્ધિ માટેના કારણો ગણાવાય છે. આ સ્થિતિમાં અમેરિકન મકાઈની (Sweet Corn) નિકાસ વધવાની સંભાવના છે.

બુઓનિસ એરિસ સિરિયલ એક્સચેન્જ મુજબ આર્જેંટીનામાં અગાઉ ૫૪૦ લાખ ટન મકાઇ પાકની ધારણા, હવે ઘટાડીને ૩૬૦ લાખ ટન કરવામાં આવી છે. ૨૦૨૨-૨૩માં બ્રાઝિલની મકાઇ નિકાસ, ગતવર્ષની ૪૬૬ લાખ ટન સામે આ વર્ષે લઘુત્તમ સ્તરે ૪૦૦ લાખ ટન અંદાજવામાં આવી છે.

- Advertisement -

ચીનમાં એવી અફવા છે કે આફ્રિકન દેશોમાં સ્વાઇન ફ્લૂએ ફરી ઊથલો માર્યો હોવાથી, આશ્ચર્યજન રીતે ચીને એકજ સપ્તાહમાં ૨૦ લાખ ટન અમેરિકન મકાઇ ખરીદી હતી. યુક્રેનથી નિકાસ સપ્લાય વધારવામાં પોર્ટ પર શિપમેંટ સમસ્યા ફરી સર્જાવાના વાવડ આવતા, ત્યાની સપ્લાય ઘટવી શરૂ થઈ છે. યુક્રેનનો નવો અને પ્રમાણમાં મોટો પાક સપ્ટેમ્બરમાં સ્થાનિક બજારમાં આવતો થશે. અલબત્ત, હાલમાં આર્જેંટીના અને બ્રાઝિલમાં નવી ઓફરો અપાતા નથી.

૨૦૨૨-૨૩માં ભારતમાં મકાઇ ઉત્પાદન ગતવર્ષના ૩૨૫ લાખ ટન કરતાં ઘટીને ૩૧૫ લાખ ટન આવવાની સંભાવના દાખવાય છે. ભારતમાં રવી અને ખરીફ એમ બે મોસમમાં પાક લણાય છે. ઈંટરનેશનલ ગ્રેન કાઉન્સિલે ૨૦૨૩-૨૪નો પ્રથમ પ્રાથમિક જાગતિક મકાઇ ઉત્પાદન અંદાજ, ૫૨૦ લાખ ટન વધારીને ૧.૨૦૨ અબજ ટન મૂક્યો છે.

યુનાઈટેડ નેશન્સના નિષ્ણાતોની એક સમિતેએ ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે જો ગ્લોબલ વોર્મિંગને કાબુમાં રાખવામા નહીં આવે તો ભારતમાં અનાજ ઉત્પાદનમાં ભારે ઘટાડો સંભવિત છે. સેક્રેટરી એંટોનિયો ગુત્તેરાએસ એ કહ્યું કે અમે જી-૨૦ને જણાવી દીધું છે કે હવામાનમાં ગરમીનો પારો ૧.૫ સેંટગ્રેડથી વધવો નહીં જોઈએ. ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન કલાઈમેટ ચેન્જનો અહેવાલ કહે છે કે જો હવામાનમાં ૧થી ૪ ડિગ્રી સેન્ટિગ્રેડની વૃધ્ધિ થશે તો, ભારતમાં ચોખાનું ઉત્પાદન ૧૦થી ૩૦ ટકા, અને મકાઈનું ૨૫થી ૭૦ ટકા ઘટી શકે છે.

- Advertisement -

આ સપ્તાહે અમેરિકન કૃષિ મંત્રાલયે મકાઈનાં જૂના પાકમાથી ૧૩૬ ટન ખાનગી નિકાસ સોદો જાહેર કર્યો હતો. યુક્રેનના કૃષિ મંત્રાલયે આગાહી કરી છે કે ૨૦૨૩માં અનાજનું ઉત્પાદન ૯૦ લાખ ટન ઘટીને ૪૪૩ લાખ ટન આવશે. જેમાં મકાઈનો હિસ્સો ૨૫૬ લાખ ટન હશે. ટ્રેડરો ૩૧ માર્ચે રજૂ થનાર અમેરિકન વાવેતર અને જૂના પાકના પુરાંત સ્ટોકના આંકડાની રાહ જોઈ રહયા છે.

તાજેતરમાં ચીને તેની મકાઇ ખરીદીમાં ઝડપ વધારી છે. આ પગલાને અમેરિકન ટ્રેડરોએ આવકાર્યું છે, કારણકે ગતવર્ષની તુલનાએ અમેરિકન મકાઇ ખરીદી ૪૦ ટકા ધીમી છે. આથી સવાલ એ થાય કે ચીન આટલી ઝડપથી મકાઇ બજારમાં કેમ ઉતર્યું, અને તે કેટલી મકાઇ ખરીદશે?

૨૦૨૦-૨૧માં ૮૪૬૦ લાખ બુશેલ વિક્રમ ખરીદી કર્યા પછી ગતવર્ષે ચીને, અમેરિકન નિકાસ બજારમાં બહુ હાજરી નોંધાવી ના હતી. છેલ્લા કેટલાંક સપ્તાહથી બજારમાં એવી હવા હતી કે ચીન ગ્મ્મેત્યારે મકાઇ ખરીદવા બજારમાં ઉતરશે, જે ગત સપ્તાહના ફ્લેશ (એકાએક) અમેરિકન મકાઇ વેચાણથી નિરધારીત થયું. મકાઇ ટ્રેડરો કહે છે કે કોવિદ મહામારી પછી હવે ચીનમાં માંગ ખૂબ વધી છે. ચીનમાં મકાઈના ભાવ પ્રતિ બુશેલ ૧૦.૫ ડોલરની ઊંચાઈએ પહોચ્યા હોય, અત્યારે અમેરિકન મકાઈ સસ્તી લાગે છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna ને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular